Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

મ્યુ.કોર્પોરેશન કચેરીમાં હેલ્મેટ વગરના મુલાકાતીઓ દંડાયાઃ કોર્પોરેટરો અને કર્મચારીઓને રોકવામાં આવતા રકઝકના દ્રશ્યો

રાજકોટ : નવા મોટર વ્હીકલ એકટની જોગવાઇ અનુસાર આજથી ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહીની શરૂઆત શહેર પોલીસ અને ટ્રાફિક બ્રાંચે કરી દીધી છે. જો કે પ્રારંભે પોલીસે સરકારી કચેરીઓ ખાતે ડ્રાઇવ યોજી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ તથા ઝોન ઓફિસો સહિતની કચેરીઓના મુખ્ય પ્રવેશ દ્વારે જ ટ્રાફિક પોલીસની ટીમોએ ચેકીંગ શરૂ કર્યુ હતું અને હેલ્મેટ વગર  કામ સબબ આવતાં અરજદારોનેે રૂ.૫૦૦નો  દંડ ફટકાર્યા હતાં. જયારે કર્મચારીઓ અને કોર્પોરેટરોને રોકવામાં આવતા રકઝકનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.આજથી ફરી નવા મોટર વ્હીકલ એકટનો અમલ કરાવવાનું શરૂ થતાં લોકોમાં હેલ્મેટ મામલે ફરીથી રોષ ફેલાયો છે.ઉપરોકત તસ્વીરમાં ઢેબર રોડ પર આવેલ મ્યુ.કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ટ્રાફીક પોલીસ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી હતી જે નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:51 pm IST)