Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

રાજકોટમાં જલારામ જયંતિએ શોભાયાત્રા નિકળશે

૧૪મી નવેમ્બરે ૨૧૯મી જલારામ જયંતિઃ શ્રી જલારામ જન્મોત્સવ સમિતિનું આયોજન : કાલે કરણપરા લોહાણા મહાજનવાડી ખાતે કાર્યાલયનો પ્રારંભઃ ગત વર્ષના ફલોટ ધારકોનું સન્માન

રાજકોટ,તા.૧: વિશ્વ વંદનીય સંત પુરૂષ- પૂ.શ્રી જલારામબાપાની ૨૧૯મી જન્મજયંતિ તા.૧૪ નવેમ્બરના બુધવારે આવી રહી છે. ત્યારે તમામ જલારામ ભકતોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જલારામ જન્મોત્સવ રાજકોટ દ્વારા જલારામ શોભાયાત્રાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ચૌધરી હાઈસ્કુલના પટાંગણથી શરૂ થયા બાદ શહેરના વિવિધ માર્ગો ઉપરથી પસાર થશે.  શ્રી પંચનાથ મહાદેવ મંદિરે- શોભાયાત્રા વિરામ પામશે. જયાં મહાઆરતી- જલારામ- સંગીતસંધ્યા- રકતદાન શીબીર તથા પૂ.શ્રી જલારામ બાપાની ખીચડી, કઢી, બુંદી- ગાંઠીયાનો મહાપ્રસાદનું તમામ જલારામભકતો માટે આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી જલરામ જન્મોત્સવ સમિતિ- રાજકોટના કાર્યાલયનો પ્રારંભ તા.૨/૧૧ શુક્રવારે ૯ કલાકે કરણપરા, કેશરીયા- લોહાણા મહાજન વાડી, રાજકોટ ખાતે તમામ જલારામ ભકતોના સાનિધ્યમાં કરવામાં આવેલ છે. કાર્યાલય દરરોજ રાત્રે ૯:૩૦ થી ૧૧ દરમ્યાન ખુલ્લું મુકાશે.

જલારામ ભકતો- ફલોટ સાથે સામેલ થવા માગતા હોય, ફોર વ્હીલર સાથે જોડાવવા માંગતા હોય, તેની નામ- નોંધણી પણ કરવામાં આવશે. ગતવર્ષ દરમ્યાન તમામ જે જલારામ ભકતોએ પોતાના ફલોટસ શોભાયાત્રામાં સામેલ કરેલ હતા. તેનું વિશીષ્ટ સન્માન કરવામાં આવશે તથા ઉતકૃષ્ટ ફલોટ હોલ્ડરોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે. ૨૧૯ની જલારામ જયંતિ અનુસંધાને યોજવામાં આવનાર શોભાયાત્રાનું સંકલન કરવામાં આવશે તથા તમામ- જલારામ ભકતો માટે મીટીંગ પૂર્ણ થયા બાદ ભજીયા પ્રસાદ પણ રાખવામાં આવેલ છે. જલારામભકતોને ઉમટી પડવા નિમંત્રણ અપાયું છે.(૩૦.૧૧)

(3:17 pm IST)