Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

હજારો લોકો દિવાળીનો પાવન તહેવાર પોતાના ઘરમાં ઉજવશે : નરેન્દ્રભાઇ

મનપા તથા રૃડાના પ૪૮૪ આવાસોનું વડાપ્રધાનના હસ્તે ઇ-લોકાર્પણઃ બી.એલ.સી. હેઠળના ૮૧૬ લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ

રાજકોટ, તા. ૧ :  મહાનગરપાલિકા દ્વારા રૃ.૩૩૪.૩૩ કરોડના ખર્ચે વિવિધ છ સ્થળે નિર્માણ પામેલ આવાસ યોજનાઓના ૩૫૨૬ આવાસો તથા રાજકોટ શહેરી સાત મંડળ દ્વારા રૃ.૯૦.૭૩ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ૧૯૫૮ આવાસોનો ઈ-લોકાર્પણ માન.પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવેલ.

આ ઉપરાંત તથા એમઆઇજી પ્રકારના ૯૨૯ આવાસોનો નંબર ફાળવણી ડ્રો અને બી.એલ.સી.હેઠળના ૮૧૬ લાભાર્થીઓનો આવાસોમાં ગૃહપ્રવેશ કરવામાં આવેલ.

નવરાત્રીના ૫માં નોરતે અંબાજીના ધામથી આ શુભ પ્રસંગે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી જણાવ્યું કે, હજારો લોકો આજે પોતાના ઘરનુ ઘર મેળવશે. અને દિવાળીનુ પાવન તહેવાર પોતાના ઘરમાં ઉજવશે તેનો આનંદ અનેરો હશે. જે ગરીબ પરિવારોની જિંદગી ઝુંપડામાં વીતી છે તેઓની દિવાળી હવે રોશન થશે. આપનો દેશ નારીનુ સન્માન જાળવનાર રાષ્ટ્રો છે. દુનિયાના કેટલાય શકિતશાળી લોકોના નામ પાછળ પિતાનું નામ હોય છે.  

જયારે આમારી સરકારે અલગ પ્રથા શરુ કરી હતી. અને ૨૦૧૪થી મકાન મહિલાઓના નામે આપવાનું શરુ કર્યું. આજે જે બહેનો ઘર મળ્યું તે બધા લખપતિ બની ગયા છે.  યોજનામાં માતૃશકિતનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા મેયર ડૉ પ્રદીપ ડવ અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલેે જણાવ્યું હતુ કે, દરેક વ્યકિતને ઘરના  ઘરનુ સ્વપ્ન હોય છે અને કામ ધંધેથી ઘરે આવે ત્યારે તેમને હાશકારો થાય છે. શહેરની આજુબાજુના ગામની રોજી રોટી માટે શહેરમાં લોકો આવે છે. ત્યારે ભાડાના મકાનમાં રહેતા હોય છે. જેના કારણે તેને ખુબજ મુશ્કેલી પડતી હોય છે.  ભૂતકાળની સરકારે બનાવેલ આવાસોની સ્થિતિ જોઈ છે આજે ભાજપ સરકારની સાસનમાં સારા વિસ્તાર, સારી સુવિધા, સારી આવાસો આપવામાં આવી છે.

આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવ, સંસદસભ્ય રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ડે. મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, તથા નરેન્દ્રસિંહ ઠાકુર, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને કલીયરન્સ સમિતિ વર્ષાબેન રાણપરા, તેમજ જુદી જુદી સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, અધિકારીઓ તેમજ લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.   ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૃપરેખા મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ આપી હતી. બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ,  હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને કલીયરન્સ સમિતિ વર્ષાબેન રાણપરા દ્વારા મહાનુભાવોને પુસ્તક અર્પણ કર્યુ હતું.

(5:03 pm IST)