Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ઝળહળતા વાઘા પહેરી રઘુવંશી ખેલૈયાઓએ ધરા ધ્રુજાવી

રઘુવંશી અગ્રણી રાકેશભાઇ રાજદેવ અને કોર્પોરેટર મનીષભાઇ રાડીયાની વિશેષ ઉપસ્થિતિ

રાજકોટઃ અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવમાંૅ પાઁચમા નોરતે રઘુવંશી ખેલૈયાઓ સોળે કલાએ ખીલી ઉઠ્યા હતા. જાણે રાસોત્સવ ગ્રાઉન્ડમાં રંગબેરંગી શણગાર ધારણ કર્યો હોય તેવું લાગી રહ્યુ છે. ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળે. પાંચમા નોરતે રઘુવંશી ખેલૈયાઓએ થ્રી, ફોર, સિકસ, સ્ટેપ, પંચીયો, ટીમલી અને દોઢિયાની રમઝટ બોલાવી હતી. મેડ મ્યુઝિકના સથવારે રઘુવંશી યુવા યુવતીઓ પરંપરાગત ગુજરાતી અને લેટેસ્ટ હિન્દી ગીતો પર મન ભરીને ઝુમ્યા હતા. મોટા ભાગના ખેલૈયાઓને પરંપરાગત વસ્ત્રો પરિધાન પહેર્યા હતા. રોશનીની ઝાકમઝોળ વચ્ચે દોઢ લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ્સ પર અવનવા સ્ટેપ રમીને ખેલૈયાઓ પોતાની મસ્તીમાં ખોવાયા હતા.

અદ્યતન સાઉન્ડ સિસ્ટમ્સની સાથે વિશાળ સ્ટેજ ઉપર ટિવન્કલ પટેલ અને મનોજ નથવાણીએ અદભુત એન્કરીંગ કરી તથા ગાયકો હરી ગઢવી, તરુણ વાઘેલા, રઘુ ત્રિવેદી, જયોત્સના રાયચુરા, શ્રધ્ધા ખખ્ખર, ખુશી બદિયાણીએ માતાજીના ગરબા તથા ગુજરાતી ફિલ્મી જેવા કે, મોતી વેરાણાચોકમાં સહિતના રીમીકસ ગીતો ગાઇ થનગનાટ મચાવી દીધો હતો.

વિજેતા ખેલૈયાઓમાં ફર્સ્ટ પ્રિન્સ તરીકે રોનક સેજપાલ, પ્રિન્સેસમાં ચાર્મી ચંદારાણા, વેલડ્રેસ બોયઝમાં હર્ષિત નથવાણી, વેલડ્રેસ ગર્લ્સમાં ચાર્મી ઉનડકટ જયારે જૂનિયર ખેલૈયામાં ફર્સ્ટ પ્રિન્સ તરીકે નમ્ર ગોટેચા, ગર્લ્સમાં ક્રિશા ભીંડોરા, વેલડ્રેસ જુનિયર બોયઝમાં પ્રિયાન્શુ કેસરીયા, વેલડ્રેસ જુનિયર ગર્લ્સમાં રાજવી દક્ષિણી સહિતના ખેલૈયાઓને લાખેલા ઇનામો આપી ખેલૈયાઓને નવાજવામાં આવ્યા હતા.

રઘુવંશી પરિવાર રાસોત્સવમાં રઘુવંશી અગ્રણી રાકેશભાઇ રાજદેવ તથા તેમના ધર્મપત્ની રૃપલબેન રાજદેવ, કોર્પોરેટર મનીષભાઇ રાડીયા, પૂર્વ કોર્પોરેટર અતુલભાઇ રાજાણી, લોહાણા અગ્રણી ગોપાલભાઇ અનડકટ, સિટી ન્યૂઝના એડીયર નીતિનભાઇ નથવાણી, નીયતીબેન નથવાણી, બકુલભાઇ નથવાણી, કાશ્મીરાબેન નથવાણી શ્રીજી એગ્રોના જીતેન્દ્રભાઇ કક્કડ, રઘુવંશી અગ્રણી તથા રઘુ કુળ હોસ્પિટલના ટ્રસ્ટી શૈલેષભાઇ પાબારી, નિખીલભાઇ શાસ્ત્રીજી પરિવાર સાથે, વેદાંત હોસ્પિટલના ડો. મિલનભાઇ ધોણિયા, ડો.પરેશ પટેલ, શ્રીકૃષ્ણ ચિકિત્સાલયમાંથી નટુભાઇ કોટક તથા ચંદુભાઇ ગોળવાળા, લંડનથી ખાસ પધારેલા મહેશભાઇ ગણાત્રા, મહાલક્ષ્મી મસાલાવાળા વિજયભાઇ જીવરાજાણી, મારૃતિ આલુના હિતેષભાઇ ઠક્કર પરિવાર સાથે, મોરબીના રઘુવંશી અગ્રણી બીપીનભાઇ બારા તથા કમલેશ રાજા પરિવારના સાથે ડો.અતુલ અવસ્થી, કનુભાઇ હિડીયા, મનુભાઇ જોબનપુત્રા, ગોંડલ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ પ્રહલાદભાઇ પારેખ, યશ હર્બલના નરેશજી અને રાકેશજી તથા પી.એસ.આઇ હરેશભાઇ સોમૈયા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહયા હતા.

રઘુવંશી રાસોત્સવને સફળ બનાવવા પરેશભાઇ વિઠલાણીની આગેવાની હેઠળ પ્રતાપભાઇ કોટક, રાજુભાઇ રૃપમ(મામા), શૈલેષભાઇ પાબારી(એસપી), હસુભાઇ ભગદેવ, રાકેશભાઇ પોપટ, પ્રકાશભાઇ સોમૈયા, કૌશિકભાઇ માનસતા, બલરામભાઇ કારીયા, જતીનભાઇ દક્ષિણી, ધર્મેશભાઇ વસંત, ઉમેશ સેદાણી, કલ્પેશભાઇ તન્ના, અશ્વિનભાઇ જોબનપુત્રના, મોહીતભાઇ નથવાણી, હરદેવભાઇ માણેક, મેહુલભાઇ નથવાણી, જતીનભાઇ પાબારી, રશેષભાઇ કારીયા, વિપુલ કારીયા, ડો.હાર્દિપ રૃપારેલ, ધવલ પાબારી, વિપુલ મણિયાર, રાજભાઇ વિઠલાણી, શ્યામલ વિઠલાણી, રાજુ બગડાઇ, હિરેન કારીયા, કેજસ વિઠલાણી, પાર્થ જોબનપુત્રા, યશ અજાબિયા, અમિત અઢીયા, કીર્તિભાઇ શીંગાળા, મયંક પાઉ, કિશન વિઠલાણી, ચંદ્રેશભાઇ વિઠલાણી, અમિતભાઇ દક્ષિણી, ધ્રુવ રાજા, હેમાંગભાઇ તન્ના, પ્રેસ રિપોર્ટર જગદીશ ઘેલાણી, હિતેષભાઇ ગોટેચા, કિરીટભાઇ કેસરીયા, વિમલ વડેરા, કલ્પેશ બગડાઇ, અશ્વિનભાઇ બુધ્ધદેવ, ધ્રુમિલ ગોંધિયા, આનંદ જોબનપુત્રા, બિમલભાઇ ગોટેચા, મયુર અનડકટ, રાકેશભાઇ ચંદારાણા, પંકજભાઇ ગણાત્રા, સમીર રાજાણી, રાજુ ખીમાણી, વિજય મહેતા, દર્શન કક્કડ, પાર્થ કોટક, મહેકભાઇ માનસતા તેમજ મહિલા સમિતિના શીતલબેન બુધ્ધદેવ, શિલ્પાબેન પૂજારા, તરુબેન ચંદારાણા, મનીષાબેન ભગદેવ, પ્રિતીબેન પાંઉ, બિજલબેન ચંદારાણા, રત્નાબેન સેજપાલ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ મધ્યસ્થ કાર્યાલયની સંપૂર્ણ જવાબદારી મહેન્દ્રભાઇ જીવરાજાની, હિમાંશુભાઇ કારીયા, જીજ્ઞેશભાઇ કોટેચા, વિમલભાઇ પારેખ, કાનાભાઇ સોનછાત્રા, જય કોટક સહિતના સંભાળી રહ્યા છે. પાસ મેળવવા કે અન્ય માહિતી માટે મો. ૯૮૨૪૪ ૦૦૦૩૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(5:01 pm IST)