Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ભાજપ દ્વારા કાલે ગાંધીજી જયંતિ નિમિતે ભાવ વંદના સામૂહીક ખાદી ખરીદીનો કાર્યક્રમ

રાજકોટ, તા.૧: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયેલ છે કે આવતીકાલે તા.૨જી ઓકટોબરને, રવીવારના દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયતી અંતર્ગત સવારે ૯.૩૦ કલાકે શહેરના જયુબેલી બાગ ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાશે.

ત્યારબાદ શહેર ભાજપ દ્વારા સવારે ૧૦ કલાકે શહેરના ત્રિકોણ બાગ પાસે આવેલ ખાદી ગ્રામોદ્યોગ ભંડાર ખાતે સામૂહિક ખાદી -ખરીદીનો કાર્યક્રમ યોજાશે. ગાંધીજયંતીને અનુલક્ષીને આ તમામ કાર્યક્રમોમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ કરેલ છે.

(4:39 pm IST)