Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

વિશ્વ હૃદય દિવસની ઉજવણી

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ રાજકોટ શાખા દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવેલ. રાજકોટ શાખાની જુન ૨૦૨૨–૨૩ બેચના વિદ્યાર્થીઓ દ્વારા હૃદય તેમજ હૃદયરોગને લગતા મોડેલ તથા પોસ્ટર બનાવી કિશોરસિંહજી શાળા નં.૧ના ધોરણ ૬, ૭, ૮ના વિદ્યાર્થીઓને તેના વિષે ર્વિસ્તૃતમાં માહિતી તથા પોસ્ટર બનાવી શ્રેષ્ઠ એવા મોડેલ્સને પ્રોત્સાહન પુરસ્કાર પણ આપવામાં આવેલ. વિદ્યાર્થીઓની મહેનત અને લગન જોઇ સંસ્થાના આસીસ્ટન્ટ ડાયરેકટર સોનલબેન જોશીએ વિદ્યાર્થીઓની પ્રશંસા કરેલ.

(4:39 pm IST)