Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, શ્રીફળની જોડ લઇએ રે, હાલો હાલો ખોડલધામ પૂર્વ ઝોનમાં જઇએ રે...

રાજકોટ : શ્રી ખોડલધામ પૂર્વ ઝોન સમિતિ શ્રી સદ્ગુરૃ આશ્રમનો વંડો, સિધ્ધી વિનાયક પાર્ક  સામે, કુવાડવા રોડ ખાતે તા. ર૬ થી પ ઓકટોબર સુધી ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયેલ છે. જેમાં વિવિધ જ્ઞાતિના બહેનો દરરોજ રાત્રે ૮ થી ૧ર ગીત સંગીતના સથવારે રાસે રમી રહ્યા છે. વિવિધ ક્ષેત્રના મહાનુભાવો રાસોત્સવની મુલાકાત લઇને આયોજનની પ્રસંશા કરી રહ્યા છે. રોશનીની ઝાકમઝોળ અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમનું આકર્ષણ છે.

(4:04 pm IST)