Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ધરમનગરમાં પૂજાબેનને પડોશમાં રહેતાં દંપતિએ ઘુસ્‍તા પાટા માર્યા

તારો પતિ ક્‍યાં છે એ જણાવી દે, અમારે પૈસા લેવાના છે કહી ધમાલ મચાવીઃ ભીલ પરિણીતા સારવાર હેઠળ

રાજકોટ તા. ૧: ગાંધીગ્રામ ધરમનગર આવાસ ક્‍વાર્ટર ત્રીજા માળે ૩૨૪ બી-૮માં રહેતાં પૂજાબેન ભરતભાઇ પરમાર (ભીલ) (ઉ.વ.૨૩)ને આ ક્‍વાર્ટરમાં જ રહેતાં દિપેશભાઇ અને તેના પત્‍નિ ક્રિષ્‍નાબેને મળી ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

પૂજાબેને જણાવ્‍યું હતું કે મારા પતિ ભરત પરમાર રિક્ષા હંકારે છે. અગાઉ રિક્ષાની લોનના હપ્‍તા ચડી જતાં રિક્ષા જપ્‍ત થઇ ગઇ હતી. તે છોડાવવા અમે પડોશી દિપેશભાઇ પાસેથી રકમ લીધી હતી અને તેનું વ્‍યાજ ભરતાં હતાં. હાલમાંધંધો ચાલતો ન હોઇ પતિ પૈસા ભરપાઇ ન કરી શકતાં અને ચારેક દિવસથી તે ઘર છોડીને જતાં રહેતાં દિપેશભાઇ અને તેના પત્‍નિએ આવી તારો પતિ ક્‍યાં છે તેની તને ખબર છે, અમને જણાવી દે તેમ કહી ઝઘડો કરી મારકુટ કરી હતી. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(3:48 pm IST)