Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

કોઠારીયા સોલવન્‍ટમાં ચાંદનીને સાથે જ રહેતાં કુલદિપસિંહે કપાળ પર છરી ઝીંકી

પતિ બીજીસ્ત્રી સાથે ભાગી જતાં બે વર્ષથી પતિના મિત્ર કુલદિપસિંહ સાથે રહે છેઃ ઘરમાં પુરી રાખતો હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧: કોઠારીયા સોલવન્‍ટમાં રહેતી ચાંદની બીટુ દાસ (ઉ.૨૫) નામની મુળ આસામની પરિણીતાને બે વર્ષથી તેની સાથે જ રહેતાં કુલદિપસિંહ નામના શખ્‍સે ઝઘડો કરી કપાળ પર છરી ઝીંકી દેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાંઆજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી.ચાંદનીએ કહ્યું હતું કે તેને બે પુત્રી છે. પતિ બિટુ મુળ આસામનો વતની છે. બે વર્ષ પહેલા તે બીજીસ્ત્રી સાથે ભગાી ગયો હોઇ પોતે ત્‍યારથી પતિના મિત્ર કુલદિપસિંહ સાથે રહે છે. કેટલાક દિવસથી કુલદિપસિંહ ખોટી શંકા કરી ઘરમાં પુરી રાખી હેરાન કરે છે અને આજે પણ આવા કારણોસર ઝઘડો કરી છરી ઝીંકી દીધી હતી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

 

(3:45 pm IST)