Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ફેમિલી કોર્ટમાં નિષ્‍પક્ષ જજોની નિમણુંક કરવા સંજય વ્‍યાસનો ચીફ જસ્‍ટીસને પત્ર

રાજકોટ,તા. ૧ : ફેમિલી કોર્ટમાં જજોની નિમણુક કરવામાં આવે છે. તેમાં પારદક્ષિતા રાખવા અંગે રાજકોટના એડવોકેટ અને ગુજરાત બાર કાઉ.ના કો-ઓપ્‍ટ મેમ્‍બર સંજયભાઇ વ્‍યાસે ચીફ જસ્‍ટીસની ને પત્ર પાઠવેલ છે.

સંજયભાઇ વ્‍યાસે પત્રમાં જણાવેલ છે કે મારા માનવા મુજબ ફેમીલી કોર્ટમાં જે જજો ને મુકવામાં આવે છે તેઓ સજાને પાત્ર હોય અને સજાના ભાગ રૂપે તેઓને આ જગ્‍યાએ પોસ્‍ટિંગ કરેલ હોય તેવું લાગે છે. અનેક જજોની અનેક પ્રકારની ગંભીર ફરિયાદ છે અને મોટાભાગના વકીલો માને પણ છે અને હાલમાં જ જજો સામે હુકમ થયેલ છે તે જોતા તેવું માનવાને કારણ ઉત્‍પન્‍ન થાય છે.

ફેમિલી કોર્ટમાં કેસ ચાલતા હોય ત્‍યાં ત્‍યાં ન્‍ષ્‍ઠિાવાન, પ્રામાણિક અને ખૂબ જ કાર્યદક્ષ ન્‍યાયાધીશોની નિમણુંક કરવી જોઇએ તેમ સંજયભાઇ વ્‍યાસે જણાવેલ છે.

આ અંગે અમોને અનેક વકીલશ્રીઓએ રજુઆત કરેલ છે તે અન્‍વયે રજુઆત કરવાની હોય ચીફ જસ્‍ટીશશ્રીની મુલાકાત માટે સમય માંગીને રજુઆત કરવામાં આવશે. તેમ સંજયભાઇ વ્‍યાસની યાદીમાં જણાવાયું છે.

(3:41 pm IST)