Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

જામજોધપુરના સડોદર ગામના જીતેન્‍દ્રએ પારડી આવી ઝેર પીધું

બોલેરોનું ડ્રાઇવીંગ કરતા યુવાને પગલુ શા માટે ભર્યુ તેનું કારણ અકળ

રાજકોટ તા. ૧: જામજોધપુરના સડોદર ગામના જીતેન્‍દ્રભાઇ જીવરાજભાઇ સોંદરવા (ઉ.વ.૩૪) નામના યુવાને શાપરના પારડી ગામે આવી ઝેરી દવા પી લેતાં ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

જીતેનદ્રભાઇ બોલેરોનું ડ્રાઇવીંગ કરે છે. તે ગઇકાલે સાંજે પોતાનું વાહન લઇને પારડી આવ્‍યો હતો અને અહિના બસ સ્‍ટેશન પાસે ઝેરી દવા પી લેતાં રાજકોટ દાખલ કરવામાં આવતાં તેના સગાને જાણ થતાં રાજકોટ પહોંચ્‍યા હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. જીતેન્‍દ્રભાઇ ત્રણ ભાઇમાં નાનો છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. તેણે આ પગલુ શા માટે ભર્યુ તે અંગે પરિવારજનો અજાણ છે. તે ભાનમાં આવ્‍યે પોલીસ નિવેદન નોંધશે. 

(11:55 am IST)