Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

નેશનલ ગેમ્‍સ -૨૦૨૨:ફુટબોલમાં રાજકોટના આશાસ્‍પદ યુવા ખેલાડી હર્ષિલ પારેખ સિલેકટ

નેશનલ ગેમ્‍સમાં પણ સારૂ પ્રદર્શન કરી ગુજરાતનું ગૌરવ વધારશે તેવી શુભેચ્‍છા પાઠવાઈ

રાજકોટ,તા.૧: નેશનલ ગેમ્‍સ ૨૦૨૨નું ઉદ્ધઘાટન વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ કરેલ હતું તેમાં ફુટબોલની રમતમાં ગુજરાતની ટીમ તરફથી રાજકોટનો રાજકોટના યુવા અને પ્રતિભાશાળી યુવાન હર્ષિલ રાજેશભાઈ પારેખનું સિલેકશન થયેલ છે, જેઓ અગાઉ પણ નેશનલ ટુર્નામેન્‍ટ હીરો સંતોષ ટ્રોફી ૨૦૨૧માં પણ ઓલ ઈન્‍ડીયા ફુટબોલ એસોસીએશન દ્વારા ગુજરાત તરફથી ૨મેલ છે.

હર્ષિલ રાજેશભાઈ પારેખનું સાતત્‍યભર્યુ પરફોરમન્‍સ, ૨મતનું કોશલ્‍ય, ટીમ સ્‍પીરીટ અને ફુટબોલ પ્રત્‍યેનું ડેડીકેશન તથા ટેમ્‍પરામેન્‍ટ તથા પ્રિનેશનલ સિલેકશન કેમ્‍પ વખતની માનસિક અને શારીરીક ચુસ્‍તી, સ્‍ફુર્તી અને આવડતને ધ્‍યાને લઈ તાજેતરની નેશનલ ગેમ્‍સ ૨૦૨૨ માં પણ તેને સિલેકટ કરવામાં આવેલ છે. આમ હર્ષિલ રાજેશભાઈ પારેખએ નેશનલ ગેમ્‍સમાં ગુજરાતનું પ્રતિનિધિત્‍ય કરવાની સાથે રાજકોટના આશાસ્‍પદ યુવા ખેલાડી તરીકે સમગ્ર રાજકોટનું તથા સમગ્ર સોની સમાજનું પણ ગૌરવ વધારેલ છે.

હર્ષિલના સિલેકશન થવાથી તેમના સાથી પ્‍લેયરો, રાજકોટના વાય.સી.સી. કલબના કોચ, સગાવહાલા તથા મિત્રો અન શુભેચ્‍છકો તરફથી આગામી નેશનલ ગેમ્‍સમાં પણ ખૂબ જ સારૂ પ્રદર્શન કરશે અને ગુજરાતનું ગૌરવ વધારશે તેવી શુભેચ્‍છાઓ પાઠવાઈ છેᅠ હર્ષિલ રાજેશભાઈ પારેખ આ અગાઉ પણ અનેક ટુર્નામેન્‍ટો રમી ચૂકેલ છે. હર્ષિલ રાજેશભાઈ પારેખ તે જાણીતા એડવોકેટ રાજેશભાઈ પારેખના પુત્ર થાય છે. હર્ષિલનું સિલેકશન થતા તેમના સાથી વકીલમિત્રો તથા જુનીયર અને સીનીયર વકીલોએ અભિનંદન પાઠવેલ.

(9:50 am IST)