Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

મગફળીની ખરીદી માટે રાજકોટ જીલ્લામાં ૧૧ કેન્દ્રો : નોંધણી પ્રક્રિયા આજથી શરૂ

કોઇપણ જાતની ફરીયાદ માટે ૦૨૮૧-૨૪૫૪૨૫૮/ ૬૩૫૯૯ ૪૬૧૯૭/ ૬૩૫૯૯ ૪૬૨૦૨/ ૬૩૫૯૯ ૯૪૨૦૬ ઉપર સંપર્ક કરો

રાજકોટઃ તા.૧, રાજકોટ જિલ્લાના ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારૂ આયોજન થયું છે.

 આ માટે અગાઉ કરવાની થતી નોંધણી પ્રક્રિયા માટે ગ્રામ્ય કક્ષાએ વીલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર મારફતે નોંધણી કરાવવાની રહે છે. આ ઉપરાંત મગફળીની ખરીદી માટે રાજકોટ જિલ્લામાં  ૮  એ.પી.એમ.સી ખાતે ૧૧ કેન્દ્રો નક્કી કરાયા છે. રાજકોટ જિલ્લામાં લોધીકા અને પડધરી ખાતે એ.પી.એમ.સી સેન્ટર ન હોવાથી આ તાલુકાના ખેડુતોની મગફળીની ખરીદી રાજકોટ જુની એ.પી.એમ.સી. ખાતેથી તથા કોટડાસાંગાણી તાલુકાના ખેડુતોની મગફળીની ખરીદી ગોંડલ એમ.પી.એમ.સી. ખાતે કરવામાં આવશે. આથી આ તાલુકાના ખેડુતોએ તેમની નોંધણી પણ ત્યાં જ કરાવવાની રહેશે. 

આ સીવાય રાજકોટ ખાતે જુની એમ.પી.એમ.સી., ગોંડલ નવી એમ.પી.એમ.સી., જેતપુર એમ.પી.એમ.સી., ધોરાજી એમ.પી.એમ.સી., ઉપલેટા એમ.પી.એમ.સી., જામકંડોરણા એમ.પી.એમ.સી., જસદણ એમ.પી.એમ.સી., વિંછીયા એમ.પી.એમ.સી., ખાતે ખરીદ કેન્દ્રો નક્કી  કરાયા છે. આ તમામ મગફળી ટેકાના ભાવે વેંચાણ કરવા ઇચ્છતા ખેડુતોની નોંધણી પ્રક્રિયા આજ થી શરૂ કરવામાં આવી.

રજીસ્ટ્રેશન પ્રક્રિયા અન્વયે ફરીયાદ નિવારણ માટે જિલ્લા કક્ષાએ નાગરીક પ્રુરવઠા નિગમ લી.ની કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરાયેલ છે. જેના સંપર્ક નંબર ૦૨૮૧-૨૪૫૪૨૫૮, ૬૩૫૯૯૪૬૧૯૭, ૬૩૫૯૯૪૬૨૦૨, ૬૩૫૯૯૯૪૨૦૬ છે, તેમ રાજકોટ કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે. 

(2:38 pm IST)