Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

જીવનનગરની ગરબીનો પ્રારંભ

રાજકોટ : જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરીક મંડળ, નવરાત્રી મહોત્સવ સમિતિ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે ૩૯માં વર્ષે મહોત્સવનો મહિલા મંડળના અલ્કાબેન પંડ્યા, સુનીતાબેન વ્યાસના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યુ હતું. મહિલા મંડળના શોભનાબેન ભાણવડીયા, આશાબેન મજેઠીયા, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા, સુનિતાબેન વ્યાસ, જયોતિબેન પૂજારા, અલ્કાબેન પંડ્યા, હર્ષાબેન પંડ્યાની મહેનતે બાળાઓએ લોકોમાં આકર્ષણ ઉભુ કર્યુ હતું. બાળાઓને પ્રેકટીસ શ્રુતિ તથા નાથાલાલ વાડોલીયાએ કરાવી હતી. નોરતાના પ્રારંભે છત્રી, ટીપ્પણી, ખંજરી, દાંડીયા, મંજીરા, દીવડા રાસે લોકોને ઉભા રાખવા મજબૂર કર્યા હતા. મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ હતી. સમિતિના ઉપપ્રમુખ મુકેશભાઈ પોપટ, ડો.તેજસ ચોકસી, ડો.નીરજ ખંધેડીયા, ડો.દિપ્તીબેન ચોકસી, નવીનભાઈ પુરોહિત, વિનુભાઈ ઉપાધ્યાય, પાર્થ ગોહેલ, અંકલેશ  ગોહીલ, પંકજભાઈ મહેતા, ગોવિંદભાઈ ગોહેલ, વી.સી. વ્યાસ, નયનેશ ભટ્ટ, રહીશોના વડીલોની દેખરેખ હેઠળ આયોજન થાય છે.

(4:25 pm IST)