Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

સોનલ ગરબામાં ખેલૈયાઓએ મેદાન ગજાવ્યુઃ દર્શકો આફરીન બન્યા

રાજકોટઃ જૈન વિઝન આયોજિત સોનમ ગરબામાં ગઈકાલે જમાવટ થઈ હતી. સોનમ ગરબા નવરાત્રી મહોત્સવમાં જૈન અગ્રણી સોનમ કલોકના જયેશભાઈ શાહ સુનિલભાઈ શાહ ખારા પરિવારના જયભાઈ ખારા દામીનીબેન કામદાર,ગુલાબબેન મહેતા પરિવાર, વિ.હી.પ.ના ચમનભાઈ સિંધવ, મગેશભાઈ દેસાઈ, શિવસેના જિમ્મીભાઈ અડવાણી, હાર્દિક ઝવેરી, જાણીતા બિલ્ડર જેનિસભાઈ અજમેરા, વિભાસભાઈ શેઠ, જીતેન્દ્રભાઈ ભટ્ટ, પૂર્વ કસ્ટમ કમિશનર ડો અતુભાઈ જોશી હસુભાઈ કાનપરા ઉપસ્થિત રહ્યા હતા. આજે રાત્રે ૮ વાગે ખેલૈયાઓને સમયસર ઉપસ્થિત રહેવા મિલન કોઠારીએ યાદીમાં જણાવ્યું છે.

(4:23 pm IST)