Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

મેડ મ્યુઝિકના સથવારે રઘુવંશી ખેલૈયાઓ મન મુકીને ઝૂમ્યા

રઘુવંશી પરિવાર રાસોત્સવમાં રાત પડીને સૂરજ ઉગ્યો

રાજકોટઃ નવરાત્રિના બીજા દિવસે રઘુવંશી ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સેલિબ્રેશન પાર્ટી પ્લોટ કાલાવાડ રોડ ખાતે રઘુવંશી પરિવાર રાસોત્સવમાં રાત પડીને સૂરજ ઉગ્યો હતો. મેડ મ્યુઝિકના સથવારે રઘુવંશી ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. ગત શનિવારે રઘુવંશી પરિવાર રાસોત્સવ દ્વારા વેલકમ નવરાત્રિ પણ યોજાઈ હતી. જેમાં ખેલૈયાઓએ શ્રીજી બાવાના ગીતો પર રાસ રમી માં જગદંબાની આરાધના કરી હતી. ત્યારબાદ પ્રથમ નોરતું વરસાદના લીધે ધોવાઈ ગયુ હતું. જયારે બીજા દિવસે મેઘરાજાએ વિરામ લેતા ખેલૈયાઓમાં હાશકારો જોવા મળ્યો હતો અને મન મુકીને થીરકયા હતા.

નવરાત્રીમાં પ્રાચીન-અર્વાચીન ગરબામાં નવા-નવા સ્ટેપ્સ પર રઘુવંશી ખેલૈયાઓએ વેલડ્રેસ પહેરી ધૂમ મચાવી હતી. ફોર સ્ટેપ, સિકસ સ્ટેપ, થ્રી સ્ટેપ, સનેડો અને વેસ્ટર્ન સ્ટાઈલ સહિતના સ્ટેપ્સ સાથે યુવાહૈયુ મન મુકીને થીરકયું હતું. યુવાહૈયું છેલ્લા બે માસથી રાસ-ગરબા કલાસીસમાં અવનવા સ્ટેપ શીખવા માટે પરસેવો પાડી રહ્યું હતું. જયારે રાસોત્સવમાં રમવાનો મોકા મળતા યુવાનોએ તક ઝડપી રમઝટ બોલાવી હતી.

અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવમાં ભરત મહેતાનું મેડ મ્યુઝિક ઉપરાંત ગાયક કાસમ બાગડવા, ભૂમિ ગાંઠાની, વર્ષા મેણીયા, તેમજ લાઈવ જોકી રઘુ ત્રિવેદી તેમજ લવલિ ઠક્કર સુમધુર સ્વર સથવારે ખેલૈયાઓને તન, મનથી થીરાકવ્યા હતા. વિશાળ ગ્રાઉન્ડ, અતિ આધુનિક ડેકોરેટીવ લાઈટીંગ ઈફેકટ ખેલૈયાઓને જ નહીં પણ દર્શકોના હૈયાઓને પણ હીલોળે ચડાવ્યા હતા. સવા લાખની સાઉન્ડ સિસ્ટમ, પ્રસિદ્ઘ મ્યુઝિક ઓરકેસ્ટ્રા, સમાજ એક જ તાંતણે સંપૂર્ણ પારિવારીક માહોલમાં યોજાયો હતો અને અંતે લાખેણા ઈનામોની વણઝાર થઈ હતી. જેમાં પ્રિન્સ, પ્રિન્સેસ અને વેલડ્રેસમાં નંબર મેળવનાર ખેલૈયાઓને ઈનામો અપાયા હતા.

આ રાસોત્સવને સફળ બનાવવા માટે પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, રાજુભાઈ શૈલેષભાઈ પાબારી, રાકેશભાઈ પોપટ, કૌશિકભાઈ માનસાતા, પ્રકાશભાઈ સોમૈયા, ધર્મેશ વસંત, બલરામભાઈ કારીયા, હરદેવભાઈ માણેક, જતીનભાઈ દક્ષિણી, અશ્વિનભાઈ જોબનપુત્રા, કલ્પેશભાઈ તન્ના, જતીન પાબારી, અમિત ગઢીયા,મોહિતભાઈ નથવાણી, વિપુલ કારીયા, મેહુલ નથવાણી, વિજય પોપટ, ધવલ પાબારી, વિજય મહેતા, રાજ બગડાઈ, રસેસ કારીયા, યશ અજાબિયા, વિપુલ મણિયાર, ડો.હાર્દિપ રૂપારેલ, હિરેન કારીયા, કીર્તિ શીંગાળા, હિતેશ શીંગાળા, મનોજ ચતવાણી, મયુર અનડકટ, પ્રકાશ ગણાત્રા, દીપ વિઠલાણી તથા મહિલા સમિતિના શીતલબેન બુધ્ધદેવ, શિલ્પાબેન પૂજારા, તરૂબેન ચંદારાણા તેમજ કમિટી સભ્યો રાજ વિઠલાણી, કુંજેશ વિઠલાણી, અશોક મીરાણી, કલ્પેશ બગડાઈ, શ્યામલ વિઠલાણી, યશ ચોલેરા, કિશાન  વિઠલાણી, કૃણાલ ચોલેરા, કેજશ વિઠલાણી, જલ્પેશ દક્ષિણી, પાર્થ જોબનપુત્રા, દર્શન કક્કડ, મહેક માનસાતા, કેવલ વસંત, રવિ માણેક, રોનક સેજપાલ, પાર્થ કોટક, હિમાંશુ કારીયા, હેમાંગ તન્ના, મહેશ કક્કડ, મહેન્દ્ર જીવરાણી, કાનાભાઈ સોનછાત્રા, નિલેશ જોબનપુત્રા અને ધનેશ જીવરાજાની સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:22 pm IST)