Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

બોરીચા પરિવારનું પ્રેરક કાર્યઃ પર્યાવરણ, સેવા અને સત્સંગના કાર્યક્રમોથી દિવંગતને શ્રધ્ધાંજલી

રાજકોટઃ પૂર્વ કોર્પોરેટર તથા તાલાળા તાલુકા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા સ્વ.રતીભાઇ રામભાઇ બોરીચાની બીજી પુણ્યતીથી નિમિતે શહેર ભા.જ.પ.પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ગુજરાત પ્રદેશ ભા.જ.પ. આગેવાન અને બોરીચા પરીવારના પરમ સ્નેહી નિતિનભાઇ ભારદ્વાજ, ગુજરાત મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ મહીલા મોરચોના પ્રભારી બહેન શ્રીમતી અંજલીબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી વગેરેના હસ્તે કપડાની થેલી તથા શ્યામ તુલશીના રોપાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે રાજુભાઇ બોરીચા, શ્રીપ્રવિણભાઇ પાઘડાર, કનાભાઇ ગમારા, વિનુભાઇ બોરીચા, કિશોરભાઇ બોરીચા, સંજયભાઇ ખાંડેખા, અમિતભાઇ બોરીચા, વિજયભાઇ નાથાભાઇ વાંક, જયેશભાઇ કુંભારવાડીયા, મનસુખભાઇ બાલા, દાસભાઇ કમાણી, કાળુભાઇ ભુત, કમલેશભાઇ મેસવાણીયા, જયદિપભાઇ ચાવડા, સંજયભાઇ પીપળીયા વગેરે હાજર રહ્યા હતા. રાત્રે ''કર્મનો સંગાથી...'' સત્સંગ ભકિત પ્રસાદદાસ (સ્વામિનારાયણ આશ્રમ-મેંરદડા)ની મધુરવાણીમા રજુ થયો હતો. સ્વ.રતીભાઇ રામભાઇ બોરીચાની પૂણ્યતીથી નિમિતે યોજાયેલા ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા પરિવારના વૈભવભાઇ બોરીચાની આગેવાનીમા ચેતનભાઇ બોરીચા જીજ્ઞેશભાઇ બોરીચા, દિનેશકુમાર ડાંગર, રવિકુમાર વાંક, અમરીશભાઇ બસીયા, રાહુલભાઇ બોરીચા, રોહિતભાઇ બોરીચા, સાગરભાઇ બોરીચા, સંજયભાઇ બસીયા તથા પરિવારના મહિલાઓ ગ.સ્વ.મંછાબેન બોરીચા, મંજુલાબેન બોરીચા, ભારતીબેન બોરીચા, રમાબેન બોરીચા સરોજબેન બસીયા, હિતેશ્રીબેન ડાંગર, જયોતિબેન વાંક, કિરણબેન વાંક, ઉર્વશીબેન બસીયા, રિધ્ધિબેન બોરીચા, ભાવનાબેન બોરીચા, ભાવિષાબેન બોરીચા, જાગૃતિબેન બોરીચા, શિલ્પાબેન બોરીચા વગેરે બહેનોએ પણ સમગ્ર ત્રિવિધ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(4:21 pm IST)