Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

રાજકોટ નાગરિક બેંકની છ માસિક પ્રગતિ : રૂ. ૭,૦૮૪ કરોડનો બિઝનેશ,નફો રૂ. ૩૯ કરોડ

રાજકોટઃ તા.૧, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦નાં પ્રથમ છ માસનાં પરિણામો જોઇએ તો રૂ. ૭૪,૦૮૪ કરોડનો બિઝનેશ, રૂ. ૪,૫૭૬ કરોડ થાપણ, રૂ. ૨,૫૦૮ કરોડ ધિરાણ અને રૂ. ૩૯ કરોડનો નફો નોધાયેલ છે.

 બેંકના ચેરમેન નલિનભાઇ વસાએ  યાદીમાં જણાવ્યું છે કે 'નાણાંકીય વર્ષના પ્રથમ છ માસનાં પરિણામો પ્રોત્સાહક છે. બેંક અત્યારે મહારાષ્ટ્રમાં ૪ શાખા સાથે કુલ ૩૮ શાખા, ૨ એકસ્ટેન્શન કાઉન્ટર અને ૨ ઓફસાઇટ એટીએમનું વિશાળ નેટવર્ક ધરાવે છે. ૨,૭૯,૧૭૨ સભાસદોનો વિશાળ પરિવાર ધરાવે છે. બેકનું એટીએમ કમ ડેબીટ કાર્ડ શોપીંગ કાર્ડ તરીકે વપરાશ કરી શકાય છે. સાથોસાથ દેશભરનાં એટીએમ અને પીઓએસમાં પણ સરળતાથી વપરાશ કરી શકાય છે. બેકે આ મિશન નેકસ્ટ જનરેશન અભિયાન શરૂ કયું છે. તે અંતર્ગત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલકો બેંક સાથે જોડાય બેંકિંગ સુવિધા મેળવી રહ્યા છે.

  બેંકનાં જનરલ મેનેજર અને સી.ઇ.ઓ. વિનોદ શર્મા, આ સફળ પરિણામો માટે બોર્ડ ઓફ ડિરેકટર, શાખા વિકાસ સમિતિનાં સભ્યો, ડેલીગેટ, વિશાળ ગ્રાહક વર્ગ, સભાસદ પરિવાર જનો અને કર્મચારી-કાર્યકર્તાનો આભાર માનેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(4:20 pm IST)