Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

કોર્પોરેશને બનાવ્યો પ્લાસ્ટીક બોટલોમાંથી વર્ટીકલ ગાર્ડન

રાજકોટઃ ''સ્વચ્છતા હી સેવા'' કાર્યક્રમ અંતર્ગત ''સિંગલ યુઝ પ્લાસ્ટીક''નો ઉપયોગ ન કરવા જણાવેલ છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા લોકોને પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવાની પ્રતિકાત્મક અપીલ કરતો પ્લાસ્ટિક બોટલમાં ફુલછોડ ઉગાડી વર્ટીકલ ગાર્ડનના કન્સેપ્ટ સાથે સુશોભનનો સંદેશ પ્રસરાવ્યો હતો. આ પ્રકારના મહિલા કોલેજ ચોક સર્કલ ખાતે મુકવામાં આવેલ છે. જયાં આજ તા. ૦૧/૧૦/ર૦૧૯ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં મેયરશ્રી બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, સ્ટેન્ડીંગ ચેરમેનશ્રી ઉદયભાઇ કાનગડ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલિયા, કમિશનર ઉદિત અગ્રવાલ, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઇ ભોરણીયા, નાયબ કમિશનર ચેતન ગણાત્રા, નાયબ કમિશ્નર શ્રી નંદાણી, પર્યાવરણ ઇજનેરશ્રી નિલેશ પરમાર તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ હાજર રહેલ હતા. તે વખતની તસ્વીર.

(4:18 pm IST)