Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

પૂ.શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં આસો માસની શાશ્વતી આયંબીલ ઓળીનું ભકિતભીનું આયોજન

સૌરાષ્ટ્રના સિંહણ, તીર્થસ્વરૂપા, વચનસિધ્ધીકા

રાજકોટઃ તા.૧, ગો. સંપ્રદાયના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ.શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં તા.૫ને શનિવારથી તા.૧૩ને રવિવાર સુધી શાશ્વતી આયંબીલ ઓળીનું તપભીનું આયોજન કરવામાં આવેલ છે. જેમા સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ વ્યાખ્યાન ૧૦:૩૦ થી ૧૧:૩૦ સમુહ જાપ ૧૧:૩૦ થી ૧૨ નવપદ આરાધના વિધિ ૯ થી ૧૧ ત્રિરંગી સામાયિક બપોરે ૧૨ થી ૧ અમૃત આયંબીલ ભોજન તેમજ સાંજે ૭ થી ૮ પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું છે.

દરરોજ જુદા-જુદા વિષયો પર પૂ. મહાસતીજી પોતાની લાક્ષાણીકશૈલીમાં વ્યાખ્યાન ફરમાવશે. જેમા આયંબીલતપનો મહિમા, આયંબીલ-તપના ફાયદા, કર્મની હળવાશ, રસપરિત્યાગ શું છે ?. શાશ્વતી ઓળીનું મહત્વ શું છે ? વગેરે વિવિધ વિષયો પર વ્યાખ્યાન ફરમાવશે. ૧૨ વાગ્યે શુધ્ધ-સ્વચ્છ જૈન સિધ્ધાંત મુજબ આયંબીલ ભોજન કરાવવામાં આવશે. જેમને નાલંદા તીર્થધામમાં આખીઓળી તેમજ છુટક આયંબીલ  કરવાના ભાવ હોય તેમણે પોતાના નામ તથા પાસ તા.૩ને ગુરૂવાર સુધીમાં લખાવી મેળવી લેવાના રહેશે. સામાયિક જાપ તેમ જ પાટલે પ્રભાવના આ દરેક આયોજનમાં જુદા-જુદા અનેક દાતાઓ તરફથી બહુમાન કરવામાં આવશે.

નાલંદા સંઘમાં આયંબીલની ઓળીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આયંબીલ તપ કરવા અને કરાવવાથી સંસારના પાપ- તાપ-સંતાપ અને પરિતાપ દુર થાય છે તો આ  અભિનવ આયોજનમાં લાભ લેવા સમગ્ર જૈન સમાજને ભાવભર્યું આમંત્રણ છે. જેમણે જીવનમાં એક પણ આયંબીલ ન કરી હોય તેવા સાધક પણ પૂ. મહાસતીજીની પાવનભૂમિની જોરદાર પરમાણુથી તથા તેમના આર્શીવાદથી પ્રત્યાખ્યાન કરી પૂર્ણતાને પામે છે. છુટક આયંબીલ તથા આખી ઓળી કરનાર દરેક સાધકે પ્રત્યાખ્યાન નાલંદા ઉપાશ્રયે લેવાના રહેશે.

આ પ્રસંગને આખરી ઓપ આપવા માટે ચંદ્રભકત મંડળ, શાલીભદ્ર ગ્રુપ, સોનલ સાહેલી મંડળ જહેમત ઉઠાવી રહયું છે.

(4:05 pm IST)