Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

હનુમાનમઢી ચોકમાં ૩પ વર્ષથી આદ્યશકિતની વિશેષ આરાધના કરતુ ''શ્રી મોમાઇ ગરબી મંડળ'' કુમાર-કુમારિકાઓના ઘોડેશ્વારી રાસનું જબરૂ આકર્ષણ

રાજકોટઃ નવલા નોરતાનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે શહેરની પ્રાચીન ગરબીઓમાં માઁ આદ્ય શકિતની આરાધના બાલીકાઓ દ્વારા થઇ રહી છે. ત્યારે શહેરના હનુમાનમઢી ચોકમાં છેલ્લા ૩પ વર્ષથી માતાજીની આરાધના વિશેષ રૂપે થાય છે. અહી નોરતાના નવ દિવસ દરમિયાન ૩૬ કુમાર અને ૩૬ કુમારિકાઓ દ્વારા મશાલ રાસ, અઠીંગો, ચુડલા રાસ, મોગલ રાસ, દાતરડા રાસ વગેરે રજુ કરવામાં આવે છે તેમજ ખાસ ઘોડેશ્વરી રાસ રજુ થાય છ.ે જેનું જબરૂ આકર્ષણ લોકોમાં છે. પ્રમુખ રમેશભાઇ ગોહેલ, જીતુભાઇ કાટોડિયા, ગેલાભાઇ, મુનાભાઇ સહીતના સ્વયંસેવકો દિવસરાત જહેમત ઉઠાવી આ સમગ્ર આયોજનને સફળ બનાવે છે. તસ્વીરમાં ગરબી મંડળની બાળાઓ વિવિધ પ્રાચીન ગરબા રજુ કરી રહેલી દર્શાય છે તેમજ ઘોડેશ્વરી રાસ, દર્શાય છે. અન્ય તસ્વીરમાં ગરબી મંડળના ખાસ મહેમાન બનેલા, ભાજપ મહીલા મોર્ચાના અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, કોર્પોરેટર અશ્વિન ભોરણીયા, ભાજપ અગ્રણી વિક્રમ પુજારા વગેરે દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(4:03 pm IST)