Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ઉના પીપલ્સ બેંક સામે કર્મચારીએ નોકરીમાં લેવા અંગેની અરજી રદ કરતી લેબર કોર્ટ

રાજકોટ તા ૦૧  :  ઉના પીપલ્સ કો. ઓપરેટીવ બેંક સામે પુનઃસ્થાપિત તથા વસુલાત અંગેની દાદ રદ કરવા અંગે મજુર અદાલત જુનાગઢે ચુકાદો આપેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે, ઉના પીપલ્સ કો. ઓપરેટીવ બેન્કના કર્મચારી મુકેશ રવીશંકર દવે દ્વારા મજુર અદાલત જુનાગઢ સમક્ષ તેઓને સંસ્થા દ્વારા છુટા કર્યાના હુકમને પડકારેલ તેમજ સસ્પેનશન એલાઉન્સ મેળવવા બાબતે વસુલાત અરજી દાખલ કરેલ હતી.

સંસ્થા  તરફે તેમના વકીલ શ્રી એ.એસ. ગોગીયાએ એવી રજુઆત કરેલ હતી કે, અરજદાર ખાઇ બજાર શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે હતા તે સમય દરમ્યાન તેઓએ આચરેલ ગંભીર પ્રકારની નાણાકીય ઉચાપત તેમજ બેન્ક સાથે કરેલ છેતરપીંડી સબબ સસ્પેન્ડ કરી ચાર્જશીટ આપવામાં આવી ત્યારબાદ કુદરતી ન્યાયના સિધ્ધાંત અનુરૂપ ખાતાકીય તપાસ યોજવામાં આવેલ. ખાતાકીય તપાસના અંતે તપાસનીસ અધીકારી દ્વારા અરજદાર સામે મુકવામાં આવેલ તોહમતો સાબીત માનેલ, જે અનુંસંધાને અરજદારને સંસ્થામાંથી છુટા કરવામાં આવેલ હતા.

બંને પક્ષોની દલીલો તમજ કેસમાં પડેલ મોૈખીક તેમજ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લીધા બાદ જુનાગઢ શ્રમ અદાલત નં-ર ના પ્રમુખ અધિકારીશ્રી દ્વારા એવા તારણો આપવામાં આવેલ કે અરજદાર વિરૂધ્ધ કરવામાં આવેલ ખાતાકીય તપાસ યોગ્ય અને કાયદેસરની હોવાનું ઠરાવવામાં આવે છે, આમ કાયદાની જોગવાઇઓ તેમજ સર્વોેચ્ચ અદાલત અને ગુજરાત હાઇકોર્ટ ના  ચુકાદાઓમાં  પ્રસ્થાપીત થયેલ સિધ્ધાંત મુજબ અરજદાર વિરૂધ્ધ કરવામાં આવેલ ખાતાકીય તપાસમાં તપાસનીસ અધિકારી દ્વારા જે તારણો આપવામાં આવેલ  છે તે યોગ્ય અને વ્યાજબી જણાઇ આવે છે.  આવા સંજોગોમાં અરજદારને કરવામાં આવેલ સજા સંસ્થાને લાગુ પડતા સ્ટેડીંગ ઓર્ડસ તેમજ કાયદા અનુસાર ગેરવર્તણુંક હોવાનું પુરવાર થાય છે, જેથી સામાવાળાનું અરજદારને છુટા કરવાનું પગલું યોગ્ય અને વ્યાજબી જણાતું હોય, અરજદારની પુનઃસ્થાપીત ની દાદ તેમજ વસુલાત મેળવવાની અરજી રદ કરેલ હતી.

(3:59 pm IST)