Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ગોંડલમાં મૈત્રી કરાર કરનાર યુવાનનો પુત્ર પાછો લેવા પ્રશ્ને બઘડાટીઃ ૬ સામે ફરીયાદ

મૈત્રી કરાર કરનાર હિતેન્દ્રસિંહ પાસે પુત્ર રહેતો હોય પરીવારજનોએ હુમલો કરી ધમકી આપી

રાજકોટ, તા., ૧: ગોંડલમાં મૈત્રી કરાર કરનાર ગરાસીયા યુવાન પાસેથી પુત્ર પાછો મેળવવા પરીવારજનોએ બઘડાટી કરી હુમલો કર્યો હતો આ અંગે ૬ શખ્સો સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નવા માર્કેટયાર્ડની સામે શિવ શકિત હોટલ પાછળ રહેતા યસ્વીબા હિતેન્દ્રસિંહ જાડેજાએ સામાવાળા દોલુભા જાડેજા, ખીમરાજસિંહ જીલુભા જાડેજા, મહિપતસિંહ દોલુભા જાડેજા, ક્રિપાલસિંહ ખીમરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ખીમરાજસિંહ જાડેજા તથા પુષ્પરાજસિંહ મહિપતસિંહ જાડેજા (રહે. તમામ ગુંદાળા, તા. ગોંડલ) સામે સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીએ સાહેદ હિતેન્દ્રસિંહ જાડેજા સાથે  મૈત્રી કરાર કરેલ હોય અને આ બંન્ને સાથે હિતેન્દ્રસિંહનો પુત્ર યશરાજ સાથે રહેતો હોય તે સારૂ ન લાગતા ગેરકાયદેસર મંડળી રચી લોખંડના પાઇપથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં ફરીયાદી, સાહેદ તથા સાહેદના દિકરા યશરાજને ઇજા થઇ હતી.  આ ફરીયાદ અન્વયે ગોંડલ પોલીસે ઉકત છએ શખ્સો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:54 pm IST)