Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

સહિયરના જાજરમાન રાસોત્સવનો પ્રારંભઃ GTPL-ABP અસ્મીતામાં વિશ્વભરના લોકોએ નિહાળ્યા ખેલૈયાઓના રાસ

રાજકોટઃ સહિયર કલબ આયોજીત સહિયર રાસોત્સવમાં પ્રથમ નોરતે વરસાદી વિધ્ન વચ્ચે માં ભવાનીની આરતી કરી આયોજકોએ ખેલૈયાઓની સુરક્ષા પર ભાર દેતા રાસોત્સવને મુલતવી રાખેલ પરંતુ બીજા નોરતે વરસાદે પોરો ખાતા-નવરાત્રીની રંગત માટે કુદરતે મોકળુ મેદાન આપ્યું. સંપુર્ણ સુરક્ષા અને સુવિધાસભર આયોજનની ધમાકેદાર શરૂઆત કરતા સૌ પ્રથમ માતાજીની આરતીથી રાસોત્સવની શરૂઆત થઇ ભા.જ.પ. અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ, શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશભાઇ મીરાણીએ સહિયરના પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા, પ્રોજેકટ હેડ ક્રિષ્નપાલસિંહ વાળા, વાઇસ પ્રેસીડેન્ટ ચંદુભા પરમાર, કો. ઓર્ડીનેટર યશપાલસિંહ જાડેજા તથા કૃષ્ણસિંહ જાડેજાને શુભકામના પાઠવી રાસોત્સવના પ્રથમ દોરમાં સહિયરના સાજીદ ખ્યાર, ચાર્મી રાઠોડ તથા તેજસ શિશાંગીયાએ મનમુકીને મોજ કરાવ્યા બાદ રાહુલ મહેતાએ પાનો ચડે તેવા ગરબા ગાઇ ટીટોડો, ડાકલાની ડબલ મજાની અનુભુતી ખેલૈયાઓને કરાવી હતી, સંગીતનો આન જીલ એન્ટરટેનમેન્ટનો મળ્યો હતો. સમગ્ર રાસોત્સવ GTPL  તથા ABP અસ્મીતા પર જીવંત પ્રસારીત થતા સમગ્ર વિશ્વએ સહિયરની રમઝટ લાઇવ નિહાળી હતી. વંદેમાત્રમ ગાનથી રાસોત્સવને અલ્પવિરામ અપાયો હતો.  એક દિવસ રાસોત્સવને બ્રેક લાગી પરંતુ ટ્રેડીશનલ ખેલૈયાઓને અન્યાય ના થાય તે માટે બન્ને દિવસના વિનરના સીલેકશન કરી આયોજકોએ ડબલ મજા થાય ડબલ ઇનામો પણ આપ્યા હતાં. જેમાં વિજેતા મોન્ટુ વાઘેલા, જયેશ વાઘેલા, ધવલ ડોડીયા, મોહીત તલસાણીયા, રાજ નિમાવત, જીત મકવાણા પ્રિન્સેસ વિજેતાઃ કૃતિ વ્યાસ, ભાવિશા વેકરીયા, કિંજલ પટેલ, વિશ્વા સવસાણી, ખૂશાલી હાડા, હિરલ પીપળીયા વેલડ્રેસઃ અમૃતા મહેતા જાહેર થયા હતાં. જુનિયર પ્રિન્સઃ વિવેક મેઘાણી, લકી સોલંકી, માનવ મકવાણા, પ્રિન્સેસઃ વિદ્યા રાજપૂત, પરી ટીટીયા, મહીમા સરવૈયા વિજેતા થયા હતાં. વિજેતાઓને સહિયરના ધૈર્ય પારેખ, નિલેષ ચીત્રોડા, અહેમદ સાંઘ, કેતન ચીત્રોડા, રક્ષીત ચીત્રોડા, બકુલ ઠુંમર, દિલીપસિંહ જાડેજા, મહેશ ધામેચા, દેવેન્દ્રસિંહ સોલંકી, ખોડુભા પરમાર, યુવરાજસિંહ ડોડીયા, જયદિપસિંહ ભાટી, ભગીરથસિંહ ડોડીયા, માલદેવસિંહ ભાટી, દિલીપભાઇ ખાચર, નિકુંજ આડેસરા, દર્શિત સરધારા, ફાતરાભાઇ, આનંદ મકવાણા, જય રાજયગુરૂ, ભગીરથ લોખીલ, નિખીલ ગોહેલ, રીધમ સભાયા, કુલદીપ ભાલોડીયા, મયુરરાજસિંહ જાડેજા, ધર્મેશ ગોહેલ, નિલેષ વાળા તથા જતીન બગડાઇના હસ્તે ઇનામો અપાયા હતાં. આજરોજ ત્રીજા નોરતે માં ની આરતી બાદ ૮-૪પ કલાકે પ્રથમ સીલેકશન દોર શરૂ થશે. તેમ સુરેન્દ્રસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.

(3:52 pm IST)