Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

મુંબઇ ઇન્સ્ટીટ્યુટની મોબાઇલ વેન મેડિકલ કોલેજના આંગણેઃ ત્રણ દિવસ સર્જરીની ખાસ તાલિમ અને જાણકારી અપાશે

રાજકોટઃ પંડિત દિનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે જ્હોનસન એન્ડ જ્હોનસન ઇન્સ્ટીટ્યુટ તરફથી એક ખાસ મોબાઇલ વેન આવી તજજ્ઞો સાથે આવી પહોંચી છે. આ વેનમાં સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજના સર્જરી વિભાગના સર્જનો, ઓર્થોપેડિક તેમજ ગાયનેકોલોજીસ્ટ વિભાગના સર્જનોને વિવિધ સર્જરીમાં સાંધા કઇ રીતે કરવા, કટ કઇ રીતે મુકવા તે સહિતની વધારાની માહિતી ખાસ તજજ્ઞો દ્વારા આપવામાં આવી રહી છે. ત્રણ દિવસ સુધી આ મોબાઇલ વેન રાજકોટ મેડિકલ કોલેજ ખાતે રોકાશે. મુંબઇથી આવેલી આ બસમાં સાત અલગ-અલગ મોડ્યુલ્સ છે. એન્ડોસ્કોપી, હાન્ડશોન ટ્રેનિંગ, વાસ્કયુલર પ્રોસીઝર સહિતના પ્રેકટીકલ કરીને તજજ્ઞો માહિતી આપશે. ડીન ડો. ગોૈરવી ધ્રુવ, સર્જરી વિભાગના ડો. રાજ્યગુરૂ સહિતના તબિબો ઉપસ્થિત રહ્યા હતાં.

(3:52 pm IST)