Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

'હે માં ત્વમેવ સર્વ' : કલાવતી ગ્રુપ દ્વારા પરંપરાગત બેઠા ગરબા દ્વારા શકિત આરાધના

રાજકોટ : કલાવતી ગ્રુપ દ્વારા પરંપરાગત બેઠા ગરબાનો કાર્યક્રમ 'હે માં ત્વમેવ સર્વ' શીર્ષક તળે યોજવામાં આવ્યો હતો. ગુજરાત રાજય સંગીત નાટક એકેડેમી અને અખિલ હિંદ મહિલા પરિષદના આર્થીક સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય, શ્રીમતી પીયુબેન સરખેલ, ભાવનાબેન જોષીપુરા, હરીકાંતભાઇ સેવક, ડો. હેમાંગ વસાવડાના હસ્તે દીપપ્રાગટય કરાયુ હતુ.  સમગ્ર સંચાલન કાનનબેન છાયાએ કરેલ. જયારે અંતમાં આભાર દર્શન કલ્યાણીબેન વછરાજાનીએ કરેલ. માતાજીના પરંપરાગત ગરબા ગાવાના આ કાર્યક્રમનું સમગ્ર આયોજન ધ્વની વછરાજાની અને કલ્યાણીબેન વછરાજાનીના માર્ગદર્શન હેઠળ થયુ હતુ.

(3:50 pm IST)