Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

તરણ સ્પર્ધામાં તેજો તરરાર પૂરવાર થતા રાજકોટના દાઉદ ફુલાણીઃ રાજય લેવલની ત્રણ સ્પર્ધામાં પ્રથમ

ઓલ ઇન્ડિયા માસ્ટર્સ એકવેટીક ચેમ્પીયનશીપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે : ૧૬મીએ લખનોૈ જવા થશે રવાના

રાજકોટ તા ૧૦  : રાજકોટની એ.જી. ઓફિસના નિવૃત કર્મચારી આજીવન સ્પોર્ટમેન દાઉદ ફુલાણીએ તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ એકવેટિક ચેમ્પીયનશીપમાં ૭૫ થી ૭૮ વર્ષના વય જુથમાં ત્રણ ઇવેન્ટમાં પ્રથમ અને ત્રણ ઇવેન્ટમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી તરણક્ષેત્રે નવી સિધ્ધીઓ પ્રાપ્ત કરી છે.હવે તેઓ લખનોૈવમાં(ઉત્તરપ્રદેશ) યોજાનારી ઓલઇન્ડિયા માસ્ટર્સ એકવેટિક ચેમ્પીયનશીપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ ૧૬મી ઓકટોબરે રવાના થશે.અમદાવાદ ખાતે યોજાયેલ સ્પર્ધામાં ૭૭ વર્ષના દાઉદ ફુલાણીએ ૫૦મી બ્રેસ્ટ સ્ટ્રોક (૫૯.૮૭ સેકન્ડમાં), ૧૦૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક (૨.૨૧-૨૨ માં), ૧૦૦ મીટર બ્રેક સ્ટ્રોક (૨.૩૭.૯૪ માં) પ્રથમ તથા ૧૦૦ મી.ફ્રી સ્ટાઇલ (૨.૩૦.૩૭માં) ૪*૫૦મી. ફ્રી સ્ટાઇલ રીલે (૦૩.૦૫.૯૬મી) તથા  ૪*૫૦મી. મીડલ રીલે (૦૩.૩૧.૫૯માં) તૃતિય સ્થાન મેળવ્યું હતું.

તાજેતરમાં યોજાયેલ રાજકોટ જીલ્લાની ખેલ મહાકુંભમાં પણ તેમણે ૬૦ વર્ષથી  ઉમરના વય જુથમાં ત્રણ ઇેવેન્ટમાં બે માં દ્વિત્યિ તથા એકમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.

અત્યાર સુધીમાં ફુલાણીએ તરણ ક્ષેત્રે નેશનલમાં ૨૧ ગોલ્ડ, ૧૪ સીલ્વર,૨૨ બ્રોન્ઝ, ટોટલ ૫૭ મેડલ મેળવી ચુકયા છે. અને હજુ પણ લખનોૈમાં વધારેમાં વધારે મેડલ મેળવવાની ઇચ્છા ધરાવે છે.

ગુજરાત સ્ટેટ માસ્ટર્સમાં તેઓએ ૩૩ પ્રથમ,૧૬ દ્વિતીય તથા ર બ્રોન્ઝ મેળવી ચુકયા છે. ટોટલ (૫૧) જયારે ખેલ મહાકુંભ ગુજરાતમાં ૩ સિલ્વર, તથા પ કાંસાના ઇનામો પ્રાપ્ત કર્યા છે. (ટોટોલ-૮) બધા મળીને ૫૭+૫૧+૮ =૧૧૬ જીત્યા છે.

ઉલ્લેખનીય છે કે, દાઉદ ફુલાણીએ હોકી, ફુટબોલ, ક્રિકેટ, વોલીબોલ, ટેબલ ટેનીસ, બાસ્કેટ બોલ, એથ્લેટીકસ, શુટિંગ, જીમ, સાઇકલીંગ વિગેરેના પણ તેમની યુવાનીમાં શ્રેષ્ઠ ખેલાડી હતા. ૭૭ વર્ષની વયે પણ તેઓ સ્પોટર્સ અને સ્વીમીંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપી રહ્યા છે. તેઓ તા. ૬ ઓકટોબરના ૭૭ વર્ષ પૂર્ણ કરીને ૭૮માં વર્ષમાં પ્રવેશ કરશે.

(3:38 pm IST)