Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

મૂકબધિર દીકરીઓ માટે યોજાયો સ્માર્ટ ગર્લ વર્કશોપ

રાજકોટ : વિરાણી બહેરા મુંગા શાળામાં અભ્યાસ કરતી ૧૩ વર્ષ કે તેથી ઉપરની ઉંમરની દીકરીઓ સામાજીક પડકારોને પહોંચી વળવા તૈયાર થાય, શાળા-કોલેજ કે નોકરીના સ્થળોએ કઇ રીતે વર્તન વ્યવહાર કરવા તેનું જ્ઞાન મેળવી શકે તેવા આશયથી તાજેતરમાં સ્માર્ટ ગર્લ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. ભારતીય જૈન સંઘટના ગુજરાત પ્રાંત દ્વારા પ્રોજેકટ હેડ દર્શનાબેન રાજુભાઇ કોઠારી તથા વિરાણી બહેરા મૂંગા શાળાના પ્રિન્સીપાલ કશ્યપભાઇ પંચોલીના માર્ગદર્શન હેઠળ ત્રણ દિવસના યોજાયેલ આ વર્કશોપના છેલ્લા દિવસે વાલીઓ માટે પણ એક સેશન રાખી માર્ગદર્શન અપાયુ હતુ. સમાપન સમારોહમાં મેયર બીનાબેન આચાર્યએ ઉપસ્થિત રહી મૂક બધિર બાળકો માટે અવેરનેસ તથા સમાજની હુંફ મેળવવામાં આવા વર્કશોપ ખુબ ઉપયોગી બની રહેતા હોવાનું જણાવ્યુ હતુ. જિલ્લા કલેકટર રેમ્યા મોહનજી, મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ રજનીભાઇ બાવીશી, સહ માનદમંત્રી પ્રફુલભાઇ ગોહીલ, ટ્રસ્ટી પ્રવિણભાઇ ધોળકીયા, ડો. દર્શિતાબેન શાહ, સંસ્થાના શુભેચ્છક ડો. રાજુભાઇ કોઠારીએ પ્રાસંગીક ઉદ્દબોધન કરેલ. આ સ્માર્ટગર્લ પ્રોજેકટના ટ્રેનર તરીકે શ્રીમતી સ્વાતીબેન જે. રવાણી અને શ્રીમતી કૃપાલીબેન વી. વાઘેલાને મેયર તથા પ્રમુખના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. અંતમાં આભારદર્શન શાળાના આચાર્યશ્રી કશ્યપભાઇ પંચોલીએ કરેલ.

(3:37 pm IST)