Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

જાયે તો જાયે કહાં...

રાજકોટ : એક તરફ લખલૂટ વૈભવ છે તો બીજી તરફ કલ્પનાતીત ગરીબાઈ... તાજેતરના વરસાદ દરમિયાન રાજકોટમાં જોવા મળેલ આ બે દૃશ્યો વિચાર કરતા કરી મૂકે તેવા છે. મોટી ટાંકી - શાસ્ત્રી મેદાન વિસ્તારમાં સવારે એક બંધ દુકાનના શટર ખોલવામાં આવ્યા ત્યારે શટર પાસે એક માતા ગોદડુ ઓઢીને સુતી હતી અને તેના બે સંતાન જાગીને રમતા હતા. શટર ખુલ્યુ અને સ્વાભાવિક આ માતાને સફાળા જાગીને પોતાના આ 'વૈભવશાળી' ઘરનો વિંટલો વાળી બંને સંતાન સાથે ચાલતી પકડવી પડી. બીજી તરફ તસ્વીર પંચનાથ મંદિર નજીક એક બંધ શટર પાસે વરસતા વરસાદમાં શ્રમજીવી પરિવાર ઘેરી ચિંતામાં પડેલો અને હવે શું થશે? તે વિચારી રહેલો જોવા મળે છે... તેના નાના સંતાનોને કશી ખબર નથી કે તેની રાહમાં કેવો અંધકાર છવાયેલો છે. આપણા શાસકો જો આ નિરાધાર લોકોના દુઃખ દર્દ હરી લઈ ફકત રહેઠાણ બે ટંક ખાવાનું અને કામ આપે તો પણ ઈશ્વર રાજી રહેશે...

(3:36 pm IST)