Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ...: સત્ય અહીંસાના જોરે ૧પ૦ વર્ષેય ગાંધીજી ''અમર''

રાષ્ટ્રપિતાની મોહનમાંથી મહાત્માની સફરમાં રાજકોટનો ઐતિહાસિક ફાળોઃ પૂઃબાપુના સંસ્કારોનું સિંચન થતુ રહે તે માટે મ્યુ.કોર્પોરેશન દ્વારા ''ગાંધી મ્યુઝિયમ''નું અનેરૂ નિર્માણઃ ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતીની ઉજવણીનો જબરો ઉત્સાહઃ કાર્યક્રમોની તડામાર તૈયારીઓ

ગાંધી મ્યુઝિયમની ૧.૧૪ લાખ લોકોએ મુલાકાત લીધી :રાજકોટઃ મ્યુ.કોર્પોરેશન દ્વારા નિર્માણ કરાયેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં છેલ્લા ૧ વર્ષમાં ૧,૧૪,૦૪૩ લોકોએ મુલાકાત લીધાનું રેકોર્ડમાં નોંધાયુ છ.ે જેમાં ૩૪૯૧૬ બાળકો અને ૭૮,૭૩૧ પુખ્ય વયના લોકો અને ૩૯૬ વિદેશીઓનો સમાવેશ થાય છે જેની પ્રવેશ ફીની કુલ ર૪.૯૧ લાખની આવક  તંત્રને થઇ છે.

રાજકોટ તા. ૧ : આવતીકાલે રજી ઓકટોમ્બર એટલે કે દેશના રાષ્ટ્રપિતા ગાંધીબાપુની જન્મજયંતી પરંતુ પૂ. બાપુની આ ૧પ૦ મી જન્મ જયંતી હોઇ દેશભરમાં આવતીકાલે ''ગાંધીજયંતી '' વિષેશ ઉત્સાહથી ઉજવવાનો થનગનાટ છે. તે સાબીત કરે આજે ૧પ૦ વર્ષ પછી પણ સત્ય અને અહીંસાના જોરે ગાંધીજી દેશવાસીઓના હૃદયમાં અમર થયા છે. રાજકોટવાસીઓ પણ પૂ.બાપુની ૧પ૦ મી જન્મ જયંતીની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છ.ે

શહેરની શાળાઓ, ગાંધી વિચારધારાવાળી સંસ્થાઓ અને મ્યુ. કોર્પોરેશન સહીતની સરકારી-અર્ધસરકારી કચેરીઓમાં આવતી કાલે પૂ. બાપુની ૧પ૦ મી જન્મ જયંતીના વિષેશ કાર્યક્રમો યોજાનાર છે.

પૂ. ગાંધી બાપુને ''મોહનદાસમાંથી મહાત્મા'' બનાવનાર સિદ્ધાંતો અને સંસ્કારોનું સિંચન રાજકોટમાં

મ્યુ.કોર્પોરેશન દ્વારા રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતીની ઉજવણીના અનુસંધાને રાજકોટમાં નિર્માણ પામેલ ''મહાત્મા ગાંધી મ્યુઝીયમ'' ના માધ્યમથી ગાંધીજીના મુલ્યો, સિદ્ધાંતો અને ઉદેશોનો વ્યાપ વિશ્વના ફલક ઉપર વિસ્તરશે.

નોંધનિય છે કે ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમ્યાન જે સિદ્ધાંતો અને મુલ્યો અપનાવ્યા હતા તેના બીજ રાજકોટમાં વવાયા હતા માત્ર ૭ વર્ષની વયે જ પોરબંદરથી રાજકોટ આવી ગયા બાદ પૂ. બાપુએ પ્રાથમીક અને હાઇસ્કુલનો અભ્યાસ કર્યો હતો એમ કહી શકાય કે, પૂ.બાપુને ''મોહનદાસમાંથી મહાત્મા'' બનાવનાર સદ્દગુણો સંસ્કારો અને આદર્શો-સિદ્ધાંતોનું સિંચન તેમનામાં રાજકોટમાં થયું હતું. સત્ય અને અહીંસાના જોરે પૂ.બાપૂએ દેશને આઝાદી અપાવી હતી. તે વખતે પૂ. બાપુએ આલ્ફ્રેડ હાઇસ્કુલમાં અભ્યાસ કર્યો હતો જેમાં આજે ઐતિહાસિક ગાંધી મ્યુઝિયમ છ.ે આમ પૂ. બાપુના જીવનમાં રાજકોટ શહેર અદકેરૃં સ્થાન અને મહત્વ ધરાવે છે.(૬.૧૬)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે  વિવિધ સ્પર્ધાઓ

મોહનભાઇ કુંડારિયા-ધનસુખભાઇ ભંડેરી- નીતીનભાઇ ભારદ્વાજ સહીતના મહેમાનોની ઉપસ્થિતિ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે પ્રભાત ફેરી, ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિક કલેકશન માટેનુ શ્રમદાનનુ આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. પ્રભાત ફેરીનું પ્રસ્થાન શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના હસ્તે થશે. તેમજ ચિત્ર તથા નિબંધ સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહનુ દીપ પ્રાગટ્ય પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે થશે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા એક સંયુકત યાદીમાં જણાવાયુ છે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટરશ્રીઓ તેમજ સમન્વય ખાદી ગ્રામ ઉદ્યોગ અને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાષ્ટ્રીય શાળાના હેદેદારશ્રીઓ ચિત્ર તથા નિબંધ સ્પર્ધાના વિદ્યાર્થીઓ, ભાઈઓ-બહેનો વિગેરે ઉપસ્થિત રહેશે.

(3:32 pm IST)