Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

કાલે ૧પ૦ જેટલા બાળ ગાંધી કરશે કુચ

ફ્રિડમ યુવા ગ્રુપ દ્વારા ગાંધી વિચાર યાત્રાઃ ટ્રાફીક નિયમનનો સંદેશો પ્રસરાવશેઃ જયુબેલી ચોકથી પ્રસ્થાનઃ રાષ્ટ્રીય શાળા ખાતે સમાપનઃ જુદી-જુદી શાળાના ભુલકા ગાંધીજીની વેશભુષામાં જોડાશે

રાજકોટ, તા., ૧: કાલે રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીની જન્મ જયંતીના સાર્ધાશતાબ્દી સમાપન સમારોહમાં ફ્રિડમ યુવા ગ્રુપ દ્વારા ગાંધી કુચનું આયોજન થયું છે. સેટગાર્ગી સ્કુલ, શમ્સ શૈક્ષણીક સંકુલ, પંચશીલ સ્કુલ, જગતગુરૂ વિદ્યાલય, રાષ્ટ્રીય શાળા, બાલમીત્ર મંડળ સહીતની સંસ્થાઓના સહકારથી સતત ૧૬ માં વર્ષે ગાંધી વિચાર યાત્રા સમીતી દ્વારા આયોજીત આ ગાંધીકુચનું સવારે ૯ વાગ્યે જયુબેલી ચોકથી પ્રસ્થાન થશે.

યાત્રામાં તમામ કારોબારીનાં સદસ્યો શ્વેત વસ્ત્રોમાં પદયાત્રામાં જોડાશે. સેંટગાર્ગી સ્કુલ અને શમ્સ શૈક્ષણીક સંકુલના ૧૫૦ બાળકો ગાંધીજીના વેશમાં ગાંધીકુચ કરશે. સાથોસાથ પ્રવર્તમાન ટ્રાફીકના કાયદાનું પાલન કરવાનો સંદેશ આપવા ગાંધીજી હેલમેટ પહેરીને સ્કુટર ચલાવશે.

ગાંધીજીની મુર્તિ સાથેનો મુખ્યરથ રહેશે અને ગાંધી વિચારનાં પ્રખર હિમાયતી પંચશીલ સ્કુલનાં ડો.ડી.કે.વડોદરીયા દ્વારા વિશ્વની સૌથી વિશાળ ગાંધી ટોપી જે ગીનીશ બુકમાં પણ સ્થાન મેળવેલ છે. તે ફલોટસ સાથે જોડાશે. અન્ય વિદ્યાર્થીઓ, આગેવાનો, જ્ઞાતિ અગ્રણીઓની ઉપસ્થિતિમાં યાત્રાનાં અધ્યક્ષ અગ્રણી ઉદ્યોગપતિ શ્રી બીપીનભાઇ પલાણ, મેયર બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરી સહીતનાઓ યાત્રાને પ્રસ્થાન કરાવશે.

આ તકે વિનુભાઇ ઉદાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, કશ્યપભાઇ શુકલ, ડો.અમીતભાઇ હપાણી, રમેશભાઇ ઠક્કર, કિરીટભાઇ પટેલ, દેવાંગભાઇ માંકડ, નરેન્દ્રસિંહ જાડેજા, પુરૂષોતમભાઇ પીપરીયા સહીતના આગેવાનોની પ્રેરણાત્મક ઉપસ્થિતિ રહેશે.

કાલે સવારે ૯ વાગ્યે જયુબેલી ચોકથી પ્રસ્થાન થઇ શાસ્ત્રી મેદાન ત્યાંથી ત્રિકોણબાગ થઇને ગેસ્ફોર્ડ સીનેમા રોડથી માલવીયા ચોક થઇને રાષ્ટ્રીય શાળા ખાતે વિરામ પામશે. જયાં રાષ્ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઇ ભટ્ટ સહીતનાં ટ્રસ્ટીઓ ગાંધીકુચને આવકારશે. તેમજ રાષ્ટ્રીય શાળા ખાતે મોઢવણીક યુવા ગ્રુપ દ્વારા સરબતની વ્યવસ્થા રાખવામાં આવનાર છે.

આ સમગ્ર આયોજન ગાંધી વિચાર યાત્રાનાં પ્રણેતા ભાગ્યેશ વોરાની રાહબરીમાં  ચેરમેન મનોજ ડોડીયા, પ્રમુખ સંજય  પારેખ, પ્રવિણ ચાવડા, કીરીટ ગોહેલ, રમાબેન હરેભા, એચ.એ.નકાણી, અલ્પેશભાઇ પલાણ, ચંદ્રેશ પરમાર, રીતેશ ચોકસી, સુરેશ રાજપુરોહીત, નીમેશ કસરીયા, અલ્પેશ ગોહેલ, જે.પી. ફુલારા, રસીકભાઇ મોરધરા, રોહીત નિમાવત, રાજન સુરૂ, ધવલ પડીઆ, ધ્રુમીલ પારે, મીલન વોરા, પારસ વાણીયા, રાજ ચાવડા,  પુનીત બુંદેલા, જય દુધીયા, સંજય ચૌહાણ, જય આહીર, વિશાલ અનડકટ, અજીત ડોડીયા, જીતેશ સંઘાણી સહીતનાઓ જહેમત ઉઠાવી રહયા છે.

(3:32 pm IST)