Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

પાડોશીના ત્રાસથી કંટાળી મહિલા આપઘાત કરવા જતા ૧૮૧ ની ટીમે જીવ બચાવ્યો

આજીડેમ વિસ્તારનો બનાવઃ મહિલા હેલ્પલાઇન અભયમની ટીમે બંને પરિવારનું કાઉન્સીલીંગ કરી સમાધાન કરાવ્યું

રાજકોટ તા.૧ : શહેરના આજીડેમ વિસ્તારમાં રહેતી મહિલા પાડોશીના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવા જતા ૧૮૧ ની ટીમે મહિલાનું કાઉન્સીંલીં ગકરીતેનો જીવ બચાવ્યો હતો.

મળતી વિગત મુજબ આજીડેમ ૧૮૧ અભયમની ટીમના કાઉન્સેલર વર્ષાબેન ચૌહાણ, શ્રદ્ધાબેન પરમાર તથા પાઇલોટ નીલેશભાઇ સિંધવ આજીડેમ વિસ્તારમાં હતા ત્યારે 'એક મહિલા રસ્તાની બાજુમાં  બેઠી છે તે આત્મહત્યા કરવાનું કહે છે.' તેવો કોલ આવતા ૧૮૧ ની ટીમે તાકીદે સ્થળ પર પહોંચી મહિલા પાસે જઇને તેનું કાઉન્સીલીંગ કર્યું હતું મહિલા જયા રહે છે તેની સામે રહેતી મહિલા પોતાના પર છેલ્લા ઘણા સમયથી શંકા કરી હેરાન પરેશાન કરે છે.અને મહિલા જયાંપણ જાય ત્યાં તે તેનો પીછો કરી રોકીને ઝઘડો કરી ગાળો આપે છે. આ ત્રાસથી કંટાળી પોતે આ પગલું ભરવા માટે જતી હોવાનું જણાવ્યું હતું બાદ ૧૮૧ ની ટીમ મહિલાને અને તેની સામે રહેતી મહિલાનું કાઉન્સીલીંગ કરી સમજાવી બંને પરિવાર વચ્ચે સમાધાન કાવ્યું હતું.

(3:27 pm IST)