Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

નવરાત્રી સંદર્ભે ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં એસઓજી-ટ્રાફિક બ્રાંચનું ઠેકઠેકાણે ચેકીંગ

રાજકોટઃ નવરાત્રી પર્વની મજા આમ તો મેઘરાજાએ પ્રારંભે જ બગાડી નાંખી હતી. ગઇકાલે બપોર બાદ વરાપ નીકળતાં સાંજે અમુક રાસોત્સવ ચાલુ રહ્યા હતાં. પ્રાચીન અર્વાચીન ગરબાઓના સ્થળ આસપાસ તથા મુખ્ય ચોકમાં પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં એસઓજીના પીએસઆઇ એચ. એમ. રાણા અને ટ્રાફિક પીએસઆઇ જાડેજા, પીએસઆઇ ગઢવી તથા ટીમોએ જુદા-જુદા ચોકમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. આવારા તત્વો, ધૂમ બાઇક ચાલકો કે નશો કરીને નીકળનારા શખ્સોને શોધી કાઢવા સુચના અપાઇ હતી. તસ્વીરમાં કેકેવી ચોકમાં ડીસીપી શ્રી જાડેજા તથા પીએસઆઇ રાણા, પીએસઆઇ જાડેજા, પીએસઆઇ ગઢવી તથા એસઓજી અને ટ્રાફિક બ્રાંચના બીજા સ્ટાફ સાથે જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(1:27 pm IST)