Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ખેલ મહાકુંભમાં કાળીપાટની નોબલ સ્કૂલના છાત્રોએ અન્ડર-૯, ૧૪, ૧૭માં મેદાન માર્યુ

વિજેતા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ કૌશલ્ય બતાવશે

રાજકોટ, તા. ૧ :  રાજય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ નોબલ ડે એન્ડ બોડીંગ સ્કુલના વિદ્યાર્થીએ યુ-૯, યુ-૧૪ યુ-૧૭,માં પ્રથમ દ્વિતીય તથા તૃતીય નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યુ છે. જે વિદ્યાર્થીઓ હવે જીલ્લા લેવલે પોતાનું હીર ઝળકાવવા જશે.

અન્ડર-૯માં મકવાણા હેમાંશુ એ ૩૦ મી દોડ, સ્કેટીંગ બાયબ્રોડ જમ્પમાં પ્રથમ, તૃતીય નંબર મેળવેલ છે તથા યુ-૧૪માં કબડ્ડીમાં ટીમે દ્વિતીય ક્રમ મેળવેલ છે. તથા યુ-૧૭માં લામકા ઉમેશ લાંબી કુદ તથા ચક્રફેંકમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય મકવાણા રાકેશ ઉંચી કુદમાં દ્વિતીય સ્થાન મેળવેલ છે. આ બધા જ વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી તથા સંચાલક વનરાજભાઇ ગરૈયા તથા એભલભાઇ ગરૈયા તથા શાળાને સ્પોર્ટ ટીચર તથા સ્ટાફ અભિનંદન આપે છે.

શાળામાં અભ્યાસ સાથે સાથે રમતગમતને પણ એટલું જ પ્રાધાન્ય આપીને બાળકોમાં રહેલ ટેલેન્ટ બહાર લાવવામાં આવે છે. શાળામાં વોલીબોલ, કબડ્ડી, ખોખો, સ્ક્રેટીંગ, જુઠ્ઠો તથા એથેલેટીકસની દરેક ગેમ્સના ગ્રાઉન્ડ પણ ઉપલબ્ધ છે અને દરેકના સ્પોર્ટસ ટીચર વિદ્યાર્થીઓને ટ્રેનીંગ આપે છે ગયા વર્ષ પણ જુડો તથા સ્કેટીંગમાં વિદ્યાર્થીઓએ જીલ્લા લેવલે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

(4:14 pm IST)