Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ગ્રામશિલ્પ ખાદી ગ્રામઉદ્યોગમાંથી એકસ્પાયરી ડેટનાં અથાણા ઝડપાયા

વિદ્યાનગર મેઇન રોડ ઉપર ગઢડા સંચાલિત ગ્રામઉદ્યોગની દુકાનમાં નાયબ આરોગ્ય અધિકારીનાં ચેકીંગમાં પોલ છતી : ર૮૭ કિ. ગોળ કેરી સહિતના અથાણા અને ૭ લીટર શરબતનો નાશ કરી નોટીસ ફટકારાઇ

રાજકોટ, તા., ૧: મ્યુ. કોર્પોરેશનના નાયબ આરોગય અધિકારી ડો. રાઠોડની ટુકડીએ શહેરમાં આવેલ ગ્રામ શિલ્પ ખાદી ગ્રામ ઉદ્યોગની દુકાનમાં દરોડો પાડી અને એકસ્પાયરી ડેટના અથાણા ઝડણી લેતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગે ડો.રાઠોડે જાહેર કરેલી સતાવાર માહીતી મુજબ શહેરના વિદ્યાનગર મેઇન રોડ ઉપર આવેલ ગ્રામ શિલ્પ ખાદી ગ્રામ ઉદ્યોગની દુકાનમાં ચેકીંગ દરમિયાન ગોળ કેરી સહીતના ર૮૭ કિલો જેટલા એકસપાયરી ડેટના અથાણા તેમજ ૭ લીટર સરબત સહીતનો કુલ રૂ. ૪ર,૦૦૦નો અખાદ્ય જથ્થો ઝડપાઇ જતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. દુકાનના સંચાલકને આ બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી.

ડો.રાઠોડના જણાવ્યા મુજબ આ સ્થળ ઉપર પ૦૦ ગ્રામ અથાણા કે જે કંપની શીલ પેકે હાલતમાં જ વેચવાના હોય તે નહિ વેચાતા એકસપાયરી ડેટ વિતી ગયા બાદ આવા પ૦૦ ગ્રામના અથાણાના પેકેટ ખોલી તેમાંથી પ-૧૦ કિલોગ્રામના પ્લાસ્ટીકના ડબ્બામાં લુઝ ભરીને વેચવામાં આવતા હતા તથા કોઇ પણ લેબલ વગર સાદી પ્લાસ્ટીક થેલીમાં પેક કરવામાં આવતા હતા. આ અથાણા દસક્રોઇ, અસલાલી અમદાવાદથી આશરે ૭ વર્ષથી આવતા હતા. જે જય ગૃહ ઉદ્યોગ નામના સ્થળેથી આવતા હોવાનું ખુલ્યું હતું. (૪.૧૩)

(4:13 pm IST)