Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

વડાપ્રધાનનાં સ્વાગતમાં અકિલા ચોક છવાયોઃ 'સેલ્ફી લેવા' પડાપડી

રાજકોટ : ગઇકાલે રાજકોટ પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં સ્વાગત માટે રેસકોર્સ રીંગ રોડ પર રંગબેરંગી રોશનીનો શણગાર કરાયો હતો. જેમાં 'અકિલા ચોક' ખાતે નરેન્દ્રભાઇનાં સ્વાગત માટે હોર્ડીંગ્સ લગાવાયેલ ત્થા 'સર્કલ'માં અદ્ભૂત અને અનેરી રોશનીનો શણગાર થયો હતો. જેને નિહાળવા રાજકોટવાસીઓ ઉમટી પડયા હતાં. તથા આ ચોકમાં સેલ્ફી લેવા લોકોએ પડાપડી કરી હતી. તે વખતની તસ્વીરો આમ ગઇકાલે અકિલા ચોક છવાયો હતો. (તસ્વીર - સંદિપ બગથરીયા) (પ-૧૯)

(4:09 pm IST)