Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની કાલે જન્મ જયંતીઃ કોર્પોરેશન દ્વારા ફુલહાર

રાજકોટ, તા., ૧: મહાનગર પાલીકા દ્વારા આવતીકાલે તા.ર ઓકટોબરના પંડીત લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી પ્રસંગે સવારે ૯.૧પ વાગ્યે અમરનાથ મહાદેવના મંદિર પાસે ગુલાબ વિહાર સોસાયટી ખાતે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

જીવન ચરિત્ર

લાલ બહાદુર શાસ્ત્રીજીનો જન્મ ર ઓકટોબર ૧૯૦૪ના મુગલ સરાઇ, ઉતર પ્રદેશમાં થયો હતો.

લાલ બહાદુર શાસ્ત્રીના પિતા શિક્ષક હતા. શાસ્ત્રીજીએ સ્નાતકની શિક્ષા બાદ ભારત સેવક સંઘ જોડે જોડાઇ દેશ સેવા માટે રાજનૈતીક જીવનની શરૂઆત કરી.

દેશની સ્વતંત્રતા બાદ તેમની ઉતર પ્રદેશના સંસદીય સચિવ અને ત્યાર બાદ યાતાયાત મંત્રી તરીકે નિમણુંક થઇ. યાતાયાત મંત્રી દરમ્યાન દેશમાં પ્રથમ વાર મહિલા કંડકટર તરીકે પદ પર નિયુકત કરી નવો ચીલો ચીતર્યો. તેઓ દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા.

શાસ્ત્રીજીને તેમની સાદગી, દેશભકિત અને ઇમાનદારી માટે આખુ ભારત શ્રધ્ધાપુર્વક યાદ કરે છે. તેમને વર્ષ ૧૯૬૬માં ભારત રત્નથી સન્માનીત કરવામાં આવ્યા હતા. (૪.૧૦)

(4:09 pm IST)