Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

મોઢ વણિક જ્ઞાતિના એકલવીર મોહનદાસ ગાંધીનાં સુવર્ણ અવસરે

રાજકોટ : મોઢ વણિક જ્ઞાતિમાં જન્મેલા મહાત્મા ગાંધીજીની જીવનયાત્રામાં ડોકીયું કરીએ તો સંવત ૧૯૨૫ ભાદરવા વદ ૧૨, ર ઓકટોબર ૧૮૬૯ના રોજ પોરબંદરમાં જન્મ, ૧૮૭૬ પિતાજી સાથે શિક્ષણ માટે રાજકોટ ગયા, ૧૮૮૨માં પોરબંદરમાં કસ્તુરબા સાથે લગ્ન, ૧૮૮૫ પિતાજીનો દેહાંત, રાજકોટમાં અભ્યાસ ચાલુ, ૧૮૮૮ બેરિસ્ટર થવા વિલાયત ગયા, ૧૮૯૧ બેરિસ્ટર બની સ્વદેશ પરત, ૧૮૯૨ રાજકોટ તથા મુંબઇમાં વકીલાત, ૧૮૯૩ દક્ષિણ આફ્રિકામાં વકીલાત માટે ગયા, ૧૮૯૬ ભારત પરત આવ્યા. ગોખલેજી-તિલકની મુલાકાત, ૧૯૦૨ બર્માયાત્રા-મુંબઇમાં ઓફીસ ખોલી. ટ્રેઇનમાં ત્રીજા વર્ગમાં ભ્રમણ કર્યું. દક્ષિણ આફ્રિકા ગયા, ૧૯૦૭ ખુની કાયદા સામે સત્યાગ્રહ-વર્ષની લાખેકની કમાણી છોડી બચેલી રકમ દાનમાં આપી. આશ્રમી જીવન સ્વીકાર્યું, ૧૯૦૮ પઠાણોએ હુમલો કર્યો-કોંગ્રેસમાં જોડાયા-કાયદા ભંગ માટે પ્રથમવાર સજા, ૧૯૦૯ લિયો ટોલ્સટોયને પ્રથમ પત્ર-ઇંગ્લેન્ડથી પરત ફરતા જહાંજમાં હિન્દ સ્વરાજ પુસ્તક લખ્યું, ૧૯૧૧ વકીલાત છોડી, ૧૯૧૩  સત્યાગ્રહનો આરંભ-પકડાયા-છોડયા-૭ દિવસના ઉપવાસ, ૧૯૧૪ ૧૪ દિવસના ઉપવાસ -સત્યાગ્રહ સફળ- ઇંગ્લેન્ડ ગયા. ૪ ઓગસ્ટ પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત યુદ્ધમાં સેવા કાર્ય-સરોજીની નાયડુ સાથે પરિચય, ૧૯૧૫ સ્વદેશગમન કેસરે હિંન્દનો ઈલ્કાબ મળ્યો. કોચરબ આશ્રમની સ્થાપના-જેતપુર, ગોંડલમાં મહાત્માનું બિરૂદ-માનપત્ર મળ્યું,૧૯૨૩ રોમારોલા દ્વારા મીરાબહેન (મિસ સ્લેડ) નો પરિચય, ૧૯૨૪ ૨૪ સપ્ટેમ્બરથી હિન્દુ-મુસ્લિમ એકતા માટે ૨૧ દિવસના ઉપવાસ-બેલગાંવ કોંગ્રેસના અધ્યક્ષ, ૧૯૨૫ ચરખા સંઘની સ્થાપના, ૧૯૨૮ સાયમન કમિશન-બારડોલી સત્યાગ્રહ સાયમન પાછા જાઓ-૨૨ એપ્રિલ મગનભાઇ ગાંધીનું અવસાન-૨૭ નવેમ્બર લાલા લજપતરાયનું અવસાન, ૧૯૨૯ લાહોર કોંગ્રેસમાં પુર્ણ સ્વાધીનતાનો પ્રસ્તાવ, ૧૯૩૦ ૨૬ જાન્યુઆરીએ સંપુર્ણ સ્વાધીનતાની પ્રતિજ્ઞા-૧૨ માર્ચ મીઠાનો કાયદો તોડવા માટે દાંડીકુચનો પ્રારંભ-પ એપ્રિલ દાંડી કુચનો પ્રારંભ ૬ એપ્રિલે મીઠાનો કાયદો ભંગ અને ધરપકડ, ૧૯૩૧ રપ જાન્યુઆરી જેલ મુકિત, ૧૯૩૬ સેવાગ્રામ આશ્રમની સ્થાપના-૧૦ મે ડો. અન્સારીનો દેહાંત, ૧૯૩૮ પેશાવર યાત્રા, ૧૯૩૯ રાજકોટમાં આમરણાંત ઉપવાસ -વાઇસરોયનો હસ્તક્ષેપ-૪ દિવસ બાદ સમાપ્ત-સુભાષબાબુનું કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું-મોૈલાના શોૈકતઅલીનું અવસાન-૩ સપ્ટેમ્બર વિશ્વયુદ્ધનો પ્રારંભ, ૧૯૪૦ વ્યકિતગત સત્યાગ્રહ-પ્રથમ સત્યાગ્રહી વિનોબા ભાવે-હરિજન પત્ર ઉપર પ્રતિબંધ, ૧૯૪૨ ગાંધીજીએ ફરી કોંગ્રેસની નેતાગીરી સંભાળી, ૧૯૪૩ આગાખાન મહેલમાં ૨૧ ઉપવાસ, ૧૯૪૪ રર ફેબ્રુઆરી આગાખાન મહેલમાં કસ્તુરબાનું અવસાન, ૧૯૪૭ ૧૫ ઓગસ્ટ દેશ આઝાદ-કલકતામાં ૭૩ કલાકના ઉપવાસ, ૧૯૪૮ દિલ્હીમાં શાંતિ-આમરણાંત ઉપવાસ-પાંચ દિવસ ચાલ્યા-૩૦ જાન્યુઆરી શુક્રવાર સાંજના પાંચ કલાકે પ્રાર્થનાસભામાં (બિરલાભવન) જતાં વચ્ચે ગોડસેએ પગે લાગી બાપુ ઉપર ત્રણ ગોળી છોડી હત્યા કરી. હે રામ કહી કાયમી વિદાય લીધી. (૧.૨૨)

(મોઢ મહોદય માંથી સાભાર)

સંકલનઃ

અશ્વિનભાઇ ચંદુભાઇ પટેલ

રાજકોટઃ મો. ૯૪૨૮૨ ૦૧૦૬૨

 

(4:07 pm IST)