Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ગુજરાતના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે સાયકલ શો-રૂમ બાઇક સ્ટુડિયોનો પ્રારંભ : ફિટનેસને પ્રાધાન્ય

સાઈકલીંગના ચાહકોને વિશ્વ કક્ષાની સાયકલો પૂરી પાડતા અનોખા સાયકલ શોરૂમ બાઈક સ્ટુડિયોનો પ્રારંભ રાજકોટમા થયો છે. યુવાનોમાં ફિટનેસની અપેક્ષા વધે એ માટે શોરૂમનો હેતુ સાઈકલીંગને નવા સ્તરે લઈ જવાનો છે. આ શો રૂમનું ઉદઘાટન ગુજરાતના કેબિનેટ મંત્રી માનનીય શ્રી જયેશભાઈ રાદડીયા દ્વારા અક્ષર માર્ગ, સ્વામિનારાયણ મંદિર રાજકોટ ખાતે થયુ હતું. ફ્રેન્ચાઈઝ માલિક શ્રી અનિલ સાંગાણી અને શ્રી વિજય ભલાલાએ કહ્યું હતું, 'બાઈક સ્ટુડિયોનો હેતુ તમામ વયજૂથના લોકોમાં સાયકલીગને પ્રોત્સાહન આપવાનો છે. બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો માટે સાયકલ્સની વિશાળ રેન્જ ઉપલબ્ધ હોવાની સાથે આ શોરૂમમાં સર્વિસ એરિયા પણ છે. જે એલએ સાયકલ્સના ક્વોલિટી એસ્યોરન્સનો હિસ્સો છે જે થાઈલેન્ડમાં સાયકલો બનાવે છે. શોરૂમની હાઈલાઈટ્સમાં હાઈ એન્ડ બ્રાન્ડ જેમકે ફેરારી અને લેમ્બોર્ગિની, રેસિગ સાયકલ્સ, રાઈડીગ સાઈકલ્સ, એંગ્રી બર્ડ સાયકલ્સ બાળકો માટે, સ્નો સાયકલ્સ વગેેરે સામેલ છે. બાઈક સ્ટુડિયોના કન્ટ્રી હેડ શ્રી નીતિન ઘાઈએ કહ્યું હતું, 'ભારતમાં ૧૫ શહેરોમાં બાઈક સ્ટુડિયોની સફળતા પછી હવે રાજકોટમાં ૧૬મો શોરૂમ શરૂ કરવામાં આવ્યો છે. સુરત અને આણંદ પછી આ ગુજરાતનો ત્રીજો સ્ટોર છે. આ એક એક્સ્લુઝિવ આઉટલેટ છે જ્યાં તમામ પ્રકારની સાયકલ્સ, સાયકલીંગ એક્સેસરીઝ અને સર્વિસીઝ એક છત્ર નીચે ઉપલબ્ધ છે.(૨૧.૨૯)

(4:07 pm IST)