Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ગોપીરાસોત્સવમાં ૫૦હજાર વોટની અદ્યતન સાઉન્ડ સિસ્ટમ્સ

સરગમ કલબના ઉપક્રમે બહેનો માટે રાસોત્સવઃ સભ્ય બહેનોના પાસની કિંમત રૂ.૩૦૦ : રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત ઓરર્કેસ્ટ્રા અને સાથી કલાકારો હેમંત પંડ્યા (પુના), ગીતાંજલિ જેધે (મુંબઈ), નિલેશ પંડ્યા (રાજકોટ), સોનલ ગઢવી (રાજકોટ) કલાકારો ગુજરાતી અને હિન્દી ગીતોની રમઝટ બોલાવશે

રાજકોટ,તા.૧: સરગમ કલબના ઉપક્રમે શહેરમાં બહેનો માટે નવરાત્રિ દરમિયાન દાંડિરાસોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં ફકત બહેનો માટે ડો. યાજ્ઞીક રોડ પર ડી.એચ. કોલેજના મેદાનમાં થયું છે. બહેનો માટેના ગોપીરાસોત્સવ તા.૧૦ થી  તા.૧૮ સુધી યોજાશે. ખેલૈયાઓ નિશ્ચિત બનીને રાસ રમી શકે અને માની આરાધના કરી શકે તે રીતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ ગોપીરાસમાં ભાગ લેવા ઈચ્છતી સરગમ પરિવારની બહેનોને માત્ર રૂ.૩૦૦ના ટોકન દરે નવ દિવસનો સિઝન પાસ જયારે અન્ય બહેનો માટે રૂ.૪૦૦માં નવ દિવસનો સીઝન પાસ આપવામાં આવશે. આ ગોપીરાસોત્સવમાં ઉંમર વર્ષ ૧૫થી ઉપરના રાજકોટના કોઈપણ બહેનો ભાગ લઈ શકે છે. આ નવરાત્રિ દરમિયાના દરરોજ ૪૦ જેટલા લાખેણા ઈનામો આપવામાં આવશે.

ગોપીરાસોત્સવમાં મ્યુઝીક મેલોઝ ગ્રુપના રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત ઓરર્કેસ્ટ્રાના સથવારે ગાયક કલાકારો હેમંત પંડ્યા (પુના), ગીતાંજલિ જેધે (મુંબઈ), નિલેશ પંડ્યા (રાજકોટ), સોનલ ગઢવી (રાજકોટ) અંબિકા સાઉન્ડ એન્ડડી.જે. (હિમાંશુભાઈચાવડા)ની પ૦,૦૦૦ વોટસની સાઉન્ડ સિસ્ટમ સાથે ધૂમ મચાવશે. જયારે પરમાર કિશોર મંડપ સર્વિસવાળા મધુભાઈ પરમાર તેમજ મહેતા લાઈટીંગવાળા પરાગભાઈ મહેતાડી.એચ. કોલેજના સમગ્ર ગ્રાઉન્ડને અનોખો શણગાર કરશે.

આ રાસોત્સવ માટેનાં ફોર્મ મેળવવા માટેનીચે જણાવેલ સ્થળે સંપર્ક સાધવા જણાવાયું છે. (૧) સરગમ કલબ (ડો. યાજ્ઞીક રોડ, કોઇન્સ કોર્નર, ત્રીજે માળે), (૨) સરગમ હેલ્થ કેર સેન્ટર (જાગનાથ મંદિર ચોક, ડો. યાજ્ઞીકરોડ, (૩) સરગમ ભવન (જામટાવર રોડ, ધરમ સિનેમા પાસે), (૪)સરગમ લેડીઝ લાયબ્રેરી (એવરેસ્ટ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે), (૫) સરગમ ચિલ્ડ્રન લાયબ્રેરી (મહિલા કોલેજ ચોક, પોલીસ ચોકી ઉપર), (૬) સરગમ લેડીઝ લાયબ્રેરી (આમ્રપાલી સિનેમા પાસે, પોલીસ ચોકી ઉપર), (૭) અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ (બ્રહ્મસમાજ ચોક, રૈયારોડ).

નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડિયા, જયસુખભાઈ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, ભરતભાઈ સોલંકી, રાજભા ગોહિલ, કીરીટભાઈ આદ્રોજા, યોગેશભાઈ પુજારા, એમ.જે. સોલંકી, ખોડીદાસભાઈ પટેલ, સ્મીતભાઈ પટેલ વિગેરેની ટીમ કામે લાગી ગઈ છે. બહેનો માટે યોજાઈ રહેલા આ ગોપીરાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ લેડીઝ કલબનાં ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, રેશ્માબેન સોલંકી, ભાવનાબેન ધનેશા, જશુમતિબેન વસાણી, સુધાબેન ભાયા, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે, મધુરિકાબેન જાડેજા, કાશ્મીરાબેન નથવાણી, હેલીબેન ત્રિવેદી, ચંદ્રિકાબેન ધામેલિયા, કાન્તાબેન કથીરિયા, રેણુકાબેન યાજ્ઞીક, જયશ્રીબેન સેજપાલ, લતાબેન તન્ના, જયોતિબેન રાજયગુરૂસહિતના હોદ્દેદારો તેમજ ૧૦૦થી વધુ કમિટિ મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:06 pm IST)