Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

કાલે રાષ્ટ્રીય શાળામાં વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા

ગાંધી જયંતિ નિમિતે લાયસન્સ કલબ અને ટીમ મિનુભાઇ જસદણવાલા દ્વારા આયોજન

રાજકોટ તા. ૧ : ગાંધી જયંતિ નિમિતે ગાંધી વિચારો પ્રસરાવવાના આશયથી લાયન્સ રાજકોટ મિડટાઉન અને ટીમ મિનુભાઇ જસદણવાલા દ્વારા કાલે તા. ૨ ના સવારે ૯.૪૫ વાગ્યાથી રાષ્ટ્રીશાળા પરિસરમાં વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયુ છે.

આયોજકોએ વિગતો વર્ણવતા જણાવેલ કે લોકો ગાંધીજીના આદર્શ જીવનને જાણે અને તેમાંથી પ્રેરણા મેળવે તેવા આશયથી દર વર્ષે આ ટીમ દ્વારા કઇને કઇ પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમ કે બે વર્ષ પહેલા ગાંધીજીના વિશાળ ચશ્માની પ્રતિકૃતિનું નિર્માણ કરેલ. એક વખત નોન સ્ટોપ મેરેથોન યોજેલ. ગયા વર્ષે સાબરમતી આશ્રમને સંબોધીને પોષ્ટકાર્ડ લખવાનો કાર્યક્રમ હાથ ધરાયો હતો. આ વર્ષે વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા ગોઠવેલ છે.

કોઇપણ શાળાના કોઇપણ ઉંમરના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એમ કોઇપણ ભાષામાં વકતવ્ય આપી શકાશે. નામ નોંધણી હજુએ ચાલુ જ છે. આ માટે  મિનુભાઇ જસદણવાલા મો.૯૨૨૮૧ ૯૧૯૧૯ નો સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ભાગ લેનાર દરેકને લાયન્સ કલબ દ્વારા સર્ટીફીકેટ અપાશે.કાલે તા. ૨ ના ગાંધી જયંતિના પાવન અવસરે રાષ્ટ્રીય શાળામાં સવારે ૯.૪૫ વાગ્યે યોજાનાર આ સ્પર્ધાના મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય શાળાના ટ્રસ્ટી ધીરૂભાઇ ડોબરીયા ઉપસ્થિત રહેશે.તસ્વીરમાં  વકતૃત્વ સ્પર્ધાની વિગતો 'અકિલા' ખાતે વર્ણવતા રવિભાઇ છોટાઇ, પરિશ્રિત પુજારા, ભાવિન સરવૈયા, કૃનાલ વરીયા, પાર્થ મોદી, પ્રેમ કોઠારીયા, જય હાંશલપરા, ક્રિષ્ના ટાંક, મહેક મેસવાણીયા, અવની પાટડીયા, રિધ્ધિ વરીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:06 pm IST)