Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

આઇ મોગલને અરજ અને આઇ નાગબાઇ માં નું ઐતિહાસીક ગીત રજુ થશે

ગાયક પ્રવિણભા ચારણીયાના ગીતો યુ-ટયુબ ઉપર થશે લોન્ચઃ નયન રાઠોડે સંગીત અને રેકોડીંગ કર્યું

રાજકોટઃ તા.૧, આવનારા નવરાત્રીના નવલા નોરતામાં અઢારેય વરણ અને દરેક વયની વ્યકિતને ગમે અને માતાજીના નવલા નોરતામાં સમગ્ર વિશ્વના ગુજરાતીઓ કે જેઓના ભાવ અને લાગણી સંકળાયેલા છે તેવો તહેવાર એટલે નવલા નોરતા અને આ નોરતામાં બાળકો, યુવાનો અને વડીલો ત્રણેયની વચ્ચે સાંકળરૂપ બને તેવા ગીતો એટલે આઈ મોગલને અરજ અને આઈ નાગબાઈ માંનું ઐતિહાસીક ગીત રજુ થઈ રહયું છે.

 જેમાં ગુજરાતની સંસ્કૃતિને અને તેના લોકઢાળોને જીવંત રાખવા નવા રૂપ રંગમાં આ ગીતોમાં કંડારાયેલા છે. જેમાં અત્યારના યુવાનોને ધ્યાને લઈ એ મને ગમત પશ્ચિમી  સંસ્કૃીતને આપણા દેશી ઢબમાં ઢાળી રજૂ કરવામાં આવ્યું છે. પશ્ચિમી  સંસ્કૃીતને ગણાતા ૨ે૫ ગીતોને સપાખરા રૂપે એટલે કે આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવાનો એક પ્રયાસ કર્યો છે. આ ગીતનું સંગીત અને રેકોર્ડીંગ નયન રાઠોડ એ કરેલ છે અને આ ગીતની રચના અને સ્વર પ્રવિણભા ચારણિયા (પ્રવિણભાઈ ગોગીયા) એ આપેલ છે. આ ગીત ટુંક સમયમાં યુ-ટયુબ પર લોન્ચ થશે.  આઈ મોગલને અરજ ગીત તા. ૦૨ઓકટોબરને મંગળવારના રોજ  અને આઈ નાગબાઈ માં નું ઐતિહાસીક ગીત તા. ૦૪ને ગુરૂવારના રોજ યુ-ટયુબ પર લોન્ચ થશે. રાજેશ ભાદરકાએ વીડીયો એડીટીંગ કરેલ  છે. વધુ વિગત માટે ગાયક પ્રવિણભા ચારણીયા મો.૯૯૯૮૯ ૧૭૫૧૦ ગીતનું રેકોડીંગ કરનાર અને નયન રાઠોડનો મો.૭૦૧૬૮૬૮૭૯૯ ઉપર સંપર્ક  કરી શકાય છે.  (૪૦.૪)

(3:58 pm IST)