Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

હિરાપન્ના કોમ્પલેક્ષ ઓનર્સ એસો. દ્વારા વકીલ પંડિતનું સન્માન

રાજકોટ તા.૧: રાજકોટ શહેરના ડો.યાજ્ઞિક રોડ ખાતે આવેલ હીરા પન્ના બીલ્ડીંગના ઓનર્સો દ્વારા એસોસીએશનના પ્રમુખ શ્રી સંજય એચ.પંડિત (એડવોકેટ)નંુ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતંુ.

હીરાપન્ના બીલ્ડીંગ એશો.ના પ્રમુખ તરીકે એડવોકેટ સંજય એચ.પંડિતની સર્વાનુમતે વર્ષ ૨૦૧૭માં પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ. એડવોકેટ સંજયભાઇ પંડિતએ પ્રમુખ તરીકે કારભાર સંભાળી છેલ્લા એક વર્ષમાં હીરા પન્ના બીલ્ડીંગનો કાયાકલ્પ કરી નાખેલ અને બીલ્ડીંગ મેનટેનન્સને લગતા મોટા ભાગના પાયાના પ્રશ્નોનું નીરાકરણ લાવેલ હોય તમામ ઓનર્સોએ ગત તા.૨૩-૯-૨૦૧૮ના રોજ પ્રમુખ શ્રી સંજયભાઇ પંડિત (એડવોકેટ)નુ સાલ ઓઢાડીને જાહેર સન્માન કરેલ હતું.

રાજકોટ હીરા પન્ના એશો.માં હાલ સંજયભાઇ પંડિત (પ્રમુખ) નરવીરસિંહ જાડેજા (ઉપ પ્રમુખ), કુમારભાઇ લાખાણી (ખજાનચી), પ્રવીણભાઇ ગજ્જર (સેક્રેટરી), અલ્પેશભાઇ પટેલ (કારોબારી), ભાવેનભાઇ સંઘવી (કારોબારી), અશોકભાઇ દોશી (કારોબારી), ઇન્દ્રનીલભાઇ શાહ (કારોબારી), મનોજભાઇ ગઢવી (મેનટેનન્સ મેનેજર) તરીકે ફરજ બજાવી રહીયા છે.(૧૭.૪૬)   

(3:57 pm IST)