Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

વાઇ આવતાં ભોં ટાંકામાં પડી જતાં કોળી યુવાન હરેશ ડાભીનું મોત

આજીડેમ ચોકડી પાસેના ભારતનગરમાં બનાવઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧: આજીડેમ ચોકડી પાસે ભારતનગરમાં રહેતાં કોળી યુવાન હરેશ કનુભાઇ ડાભી (ઉ.૩૦)નું વાઇ આવતાં ભોં ટાંકામાં પડી જતાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

સાંજે છએક વાગ્યે હરેશ ઘરમાં જોવા ન મળતાં ભાઇએ તપાસ કરતાં સીડી પાસે બાથરૂમ નજીક આવેલા ભોં ટાંકામાં હરેશ બેભાન જોવા મળતાં બહાર કાઢી સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં થોરાળાના એએસઆઇ જે. કે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર હરેશ ત્રણ ભાઇમાં નાનો અને અપરિણીત હતો. તે કારખાનામાં મજૂરી કરતો હતો. પરિવારજનોના કહેવા મુજબ તેને વાઇની બિમારી હતી. વાઇ આવતાં ટાકામાં પડી ગયાની શકયતા છે. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(3:45 pm IST)