Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

દિવાળી ઉપર પુરવઠા તંત્ર BOL-અત્યોંદય કાર્ડ હોલ્ડરોને વધારાના ખાંડ-તેલ આપશે

આજથી વિતરણ શરૃઃ હોબાળો ન થાય તે માટે આગોતરૂ વિતરણ શરૂ... : રાજકોટ શહેર-જીલ્લાના ૩ લાખ કાર્ડ હોલ્ડરોને ફાયદો મળશે....

રાજકોટ તા. ૧ :.. પુરવઠા વિભાગ બીપીએલ અને અત્યોંદય રેશનકાર્ડ ધારકોને દિવાળીના તહેવાર નિમિતે કાર્ડ દીઠ ૧ લીટર કપાસીયા તેલનું પાઉચ અને વધારાની ૧ કિલો ખાંડ આપશે. તમામ રેશનીંગની દુકાનોને આ અંગેની પરમીટ પણ આપી દેવાઇ છે. વધારાનો આ પુરવઠો તા. ૧ ઓકટોબરથી વિતરણ કરાશે.

૭ નવેમ્બરની તા. ૭ થી દિવાળીના તહેવારો શરૂ થઇ રહ્યા છે. ગરીબ અને મધ્મ વર્ગના લોકો તહેવારો સારી રીતે મનાવી શકે તે માટે આ વર્ષે પણ પ૦ રૂપિયે લીટર કપાસીયા તેલ અપાશે. તેમજ કાર્ડ દીઠ વધારાની ૧ કિલો ખાંડ અપાશે. બીપીએલ કાર્ડધારકોને રર રૂપિયે કિલો ખાંડ તેમજ અત્યોંદય કાર્ડ ધારકોને ૧પ રૂપિયે કિલોનો ભાવે ખાંડનો આ વધારાનો જથ્થો આપવામાં આવનાર હોવાનું પુરવઠા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

રાજયભરના આશરે ૪૦ લાખથી પણ વધુ રેશનકાર્ડ ધારકોને ફાયદો થશે. રાજકોટ શહેર-જીલ્લાના રાા લાખ કાર્ડ હોલ્ડરોને ફાયદો થશે.

આ ભૂલનું પુનરાવર્તન ન થાય અને દિવાળીના તહેવારો લોકો સારી રીતે મનાવી શકે તે માટે પુરવઠા વિભાગ દ્વારા આ વધારાના જથ્થાનું આગોતરા આયોજનનાન ભાગરૂપે જ વિતરણ શરૂ કર્યુ છે.

(3:39 pm IST)