Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

મતદાર યાદી સુધારણા ઝુંબેશઃ રવિવારે બૂથ ઉપર શહેર-જીલ્લામાં વધુ ૯ હજાર સાથે ૧૮ હજાર નામ ઉમેરાયા

સૌથી વધુ પશ્ચિમ રાજકોટમાં ૧૯૦૦ તો સૌથી ઓછા ગોંડલમાં ૧૩૦૦ ફોર્મ આવ્યા : રદ્દ માટે ૫૫૦૦ ફોર્મ આવ્યાઃ સુધારણા માટે ૫૬૦૦ અને સ્થળાંતરમાં ૨૩૦૦ ફોર્મ ભરાયા

રાજકોટ, તા. ૧ :. લોકસભાની ચૂંટણી પૂર્વે હાલ રાજકોટ સહિત રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ છે. ગઈકાલે બૂથ ઉપર ખાસ ઝુંબેશનો બીજો તબક્કો હતો. કલેકટર કચેરીના ચૂંટણી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે રવિવારે બૂથ ઉપર શહેર-જિલ્લામાં કુલ ૮ વિધાનસભા વિસ્તારના ૨૨૦૦થી વધુ મતદાન મથકો ઉપર વધુ ૯ હજાર સાથે બે રવિવારની અંદર કુલ ૭૮ હજાર નામો ઉમેરાવા માટેના ફોર્મ નં. ૬ ભરાયા છે.

જ્યારે રદ્દ માટે ૫૫૦૦ તો સુધારણા માટે ૫૬૦૦ ફોર્મ આવ્યા અને સ્થળાતંર માટે કુલ ૨૩૦૦ ફોર્મ ભરાયા હતા. આ ૮ વિધાનસભા વિસ્તારમાં ગઈકાલે ૧ દિ'માં સૌથી વધુ ૬૯ રાજકોટમાં ૧૯૦૦ તો સૌથી ઓછા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ૧ હજાર અને ૫૦ ફોર્મ નં. ૬ ભરાયા હતા.

સૂત્રોએ ઉમેર્યુ હતુ કે તમામ બૂથ ઉપર બૂથ લેવલ ઓફિસરો હાજર હતા, કોઈ ગેરહાજર એવી બાબત ન હોવાનો રીપોર્ટ આવ્યો છે.

ગઈકાલે ૧ દિ'માં ઉમેરાયેલામાં ૬૮-રાજકોટમાં ૧૭૪૩, ૬૯-રાજકોટમાં ૧૯૨૩, ૭૦-રાજકોટમાં ૧૧૫૭, રાજકોટ ગ્રામ્યમા ૧૫૨૦, ગોંડલમાં ૧૩૨૯, જેતપુરમાં ૧૭૬૭ તથા ધોરાજીમાં ૧૪૪૦ ફોર્મ નં. ૬ ભરાયા હતા. આજ સુધીમાં કુલ ૧૮૫૧૫ ફોર્મ નં. ૬ આવ્યા તેમા પુરૂષ મતદારોના ૯૩૬૫ તો સ્ત્રી મતદારોના ૯૧૫૦ ફોર્મ આવ્યા છે.

ગઈકાલે ફોર્મ નં. ૭ મા કુલ ૫૫૦૬માંથી પુરૂષ મતદારોના ૨૨૮૭ અને સ્ત્રી મતદારોના ૩૨૧૯ તથા ફોર્મ નં. ૮ મા ૫૬૫૨ અને ફોર્મ ્નં. ૮-ક મા ૨૩૦૮ ફોર્મ ૧૫ દિ'ની ખાસ ઝુંબેશમાં આવ્યાનુ અને આગામી તા. ૧૪ મી ઓકટોબરે હવે બુથ ઉપર નામ ઉમેરવાનો છેલ્લો તબક્કો રહેશે તેમ સાધનોએ કહ્યુ હતું.

(3:39 pm IST)