Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

નીતીન રામાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરોઃ મહેશ રાજપુત

ભાજપનો સાથ આપી પક્ષ વિરોધી પ્રવૃતી કરી રહયા છેઃ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર પાઠવતાં શહેર પ્રમુખ

રાજકોટ, તા., ૧: વોર્ડ નં. ૧૩ ના કોંગ્રેસના કોર્પોરેટર નિતીન રામાણીને કોંગ્રેસના પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની માંગ શહેર કોંગ્રેસનાં પ્રમુખ મહેશ રાજપુતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પત્ર પાઠવતા ખળભળાટ મચી ગયો છે.

આ પત્રમાં જણાવાયું હતું કે રાજકોટ મહાનગર પાલીકામાં વોર્ડ નં. ૧૩ ના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર નીતીનભાઇ રામાણી અવાર નવાર પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરી રહયા છે. જનરલ બોર્ડની અંદર અને સ્ટેન્ડીંગ કમીટીની અંદર પણ તેઓ ભાજપની તરફેણમાં જ રહે છે. થોડા દિવસો પહેલા તેઓની સામે આપણા તમામ કોર્પોરેટરશ્રીઓએ આપને અને મને તેઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા માટે રજુઆત કરેલ છે. તે રજુઆત અંગે આપશ્રીને મેં લેખીત રજુઆત પણ કરેલ છે. થોડા દિવસો પહેલા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રમુખ જીતુ વાઘાણી રાજકોટ સ્વચ્છતા અભિયાનનો ભાજપ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલ હતો તેમાં નિતીનભાઇ રામાણી સ્ટેજ પર હતા અને ગુજરાત ભાજપના પ્રમુખનું સ્વાગત પણ ફુલો દ્વારા તેઓએ કરેલ હતું તેમજ તેઓને સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગમાં અમુક ભાજપ દ્વારા મુકવામાં આવેલ દરખાસ્તનો વિરોધ કરવા માટે સ્ટેન્ડીંગ કમીટીમાં ફરજીયાત હાજર રહેવું અને તેઓને સુચવેલા વ્હીપ મુજબ દરખાસ્તનો વિરોધ કરવા આદેશ આપેલ હોવા છતા તેઓ આ સ્ટેન્ડીંગ કમીટીમાં ગેરહાજર રહયા હતા અને તેઓેન વ્હીપ મીટીંગના આગલા દિવસે બજાવી દીધેલ હોય તેમ છતા તેઓએ આ વ્હીપનો અનાદર કરી દીધેલ છે આપશ્રીને મારી અને શહેર કોંગ્રેસના તમામ કોર્પોરેટરો અને આગેવાનોની વિનંતી છે કે નિતીનભાઇ રામાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવા અને તેઓને ગેરલાયક ઠરાવવા માટેની કાયદાકીય કાર્યવાહી કરવા રજુઆત અને વિનંતી છે.

(2:57 pm IST)