Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

રાજકોટના મોૈકિતક ત્રિવેદીનો આઇવે પ્રોજેકટ ''કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર'' જાપાનની આર્કએશિયા કોન્ફરન્સમાં છવાયો

રાજકોટ તા.૧: તાજેતરમાં ટોકિયો, જાપાન ખાતે સમગ્ર એશિયાના દેશોના આર્કિટેકટ એસોસિએશનના મેમ્બરો અને પ્રનિનિધિઓ માટેની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૨૧ દેશમાંથી પ્રતિનિધિઓએ હાજરી આપેલ. આ કોન્ફરન્સમાં એશિયાના આર્કિટેકચરના વિવિધ પાસાઓ વિશે અને પબ્લિક સર્વિસ આર્કિટેકચરલ પ્રોજેકટ્સ વિશે ડિસ્કસન તથા અભ્યાસ હાથ ધરવામાં આવેલ.

આ કોન્ફરન્સમાં કોર્પોરેટ એન્ડ પ્રોફેશનલ સોશીયલ રીસ્પોન્સીબીલીટીની મિટીંગમાં હોદેદારો સીવાય ભારતમાંથી એકમાત્ર રાજકોટના મોૈકિતક શશીકાંતભાઇ ત્રિવેદી જેઓ ઇન્ડિયન ઈન્સ્ટિટયુટ આર્કિટેકટ્સ (IIA-સોૈરાષ્ટ્ર)ના ચેરમેન છે તેમને વિશેષ રૂપથી આમંત્રિત કરાયા હતા.

રાજકોટ માટે ગોૈરવની વાત એ છે કે ભારત દેશ તરફથી આ કોન્ફરન્સની એન્ટ્રી રૂપે રાજકોટમાં આઇ-વે પ્રોજેકટનું 'કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર' નોમિનેટ કરવામાં આવેલ જેનું પ્રેઝન્ટેશન આ પ્રોજેકટના પ્રિન્સીપાલ આર્કિટેકસ મોૈકિતક ત્રિવેદીએ કર્યુ જે બધા દેશના પ્રતિનિધિઓ દ્વારા જાહેરમાં વખાણ કરવામાં આવેલ કારણ કે સમગ્ર કોન્ફરન્સમાં આર્કિટેકટના સમુહ દ્વારા આ ' કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર'નો સમગ્ર ખર્ચ કરવામાં આવેલ હોય એવો આ પ્રકારનો આ એકમાત્ર પ્રોજેકટ હતો.

ઉપરાંત કોન્ફરન્સમાં CSR પ્રદર્શનમાં પણ ભારત તરફથી કરેલા કામોમાં વિશેષ રૂપથી કંટ્રોલ અને કમાન્ડ સેન્ટરના ફોટોગ્રાફસ બતાવવામાં આવેલ જેનું ૨૧ દેશોના ડેલીગેટ્સ એ મુલાકાત લીધી હતી.

રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીના જિલ્લા પંચાયત ચોકમાં કોર્નર ખાતે નવનિર્માણ થયેલા 'કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર'નું ઉદ્દઘાટન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા થોડા મહિના પહેલા જ કરવામાં આવેલ આ પ્રોજેકટ દ્વારા સમગ્ર રાજકોટ શહેરમાં સીસીટીવી કેમેરાનું કંટ્રોલ અને મેનેજમેન્ટ થાય છે.

પોલીસ કમિશનર ઓફિસ રાજકોટ ખાતે બનાવવામાં આવેલ 'કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર' આ કોન્ફરન્સમાં તમામ દેશના પ્રોજેકટ્સમાંથી એકમાત્ર એવો પ્રોજેકટ હતો જે સરકારી મદદ વગર બનાવવામાં આવેલ અને તેનું અત્યંત સફળતાપુર્વક એકિઝકયુશન થઇ ગયેલ છે. આ પ્રોજેકટ દ્વારા સરકારના અંદાજિત રૂપિયા બે કરોડની બચન કરી આપેલ છે. 'કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર' ૪૦૦૦ સ્કવેર ફુટ કન્સ્ટ્રકટેડ એરિયા અને ૧૦૦૦૦ સ્કવેર ફુટ લેન્ડસ્કેપિંગમાં આવેલ છે.

આ પ્રોજેકટની સફળતામાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત અને નોડલ ઓફિસર એન.એન.ઝાલાનો સહકાર તથા માર્ગદર્શન મળેલ.

ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ આર્કિટેકટ્સના ચેરમેન મોૈકિતક ત્રિવેદી તથા નિલેશ વાગડિયા, ભાવેશ મહેતા, પ્રતિક મિસ્ત્રી, ચૈતન્ય સિંહાર, મિતલ ચોૈહાણ, સ્ટ્રકચરલ એન્જિનિયર મનીષ દોશી, રાજકોટ સિવિલ કોન્ટ્રાકટર એસોશિએશનના રતનશીભાઇ, વજુભાઇ પરમાર અને પરેશભાઇનું મહત્વનું યોગદાન રહેલ છે. જેને કારણે સરકાર અને લોક ભાગીદારીથી બનેલો આ પ્રકારનો એકમાત્ર પ્રોજેકટને ઝળહળતી સફળતા મળેલ છે અને આખા વિશ્વએ તેની નોંધ લીધેલ છે.

રાજકોટ ખાતેના  CCC પ્રોજેકટને ઇન્ડિયન  ઇન્સ્ટિટયુટ ઓફ આર્કિટેકટ્ (IIA) કે જે ૧૦૧ વર્ષ જુની અને સમગ્ર દેશમાં ૬૫ સેન્ટર અને ચેપ્ટર ધરાવતી સંસ્થા છે. જેના વાર્ષિક મહોત્સવ NATCON ભુવનેશ્વર ખાતે પણ national level  એવોર્ડ મળી ચુકેલ છે. તેમજ IIA દ્વારા આ પ્રોજેટકને સમગ્ર ભારતભરમાં એક રોલમોડેલ પ્રોજેકટ તરીકે વિકસાવવામાં આવે તે માટેની ઇચ્છા વ્યકત કરેલ છે અને ટુંક સમયમાં તેની કાર્યવાહી શરૂ કરશે.

આ ઉપરાંત થોડા સમય પહેલા અમદાવાદન Hyatt Residency  માં My fm દ્વારા 'Building Gujarat2018 ' ' નો રાજય કક્ષાનો એવોર્ડ સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટના આર્કિટેકટ્ મોૈકિતક ત્રિવેદી(મો. ૯૮૨૪૨ ૧૦૩૯૦)ને 'કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર' પ્રોજેકટ માટે એવોર્ડ આપવામાં આવેલ હતો.(૧.૫)

 

(11:55 am IST)