Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

માં નો ગરબો...રે... રમે...મોદીજીને દ્વાર

બહેનો પાસે ગરબો ગવડાવી વડાપ્રધાને પ્રચારના શ્રી ગણેશ કર્યા

વિપક્ષનું નામ લીધા વગર કોંગ્રેસને સરદાર વલ્લભભાઇ પટેલ અને મહાત્મા ગાંધીનાં મુદ્દે આડે હાથ લેતા નરેન્દ્રભાઇ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આવાસ યોજનાના લાભાર્થી બહેનો સાથે વાર્તાલાપ કરી અને ગરબો ગબડાવ્યો હતો. તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧: ગઇકાલે રાજકોટમાં મ્યુ. કોર્પોરેશને નિર્માણ કરેલા આંતરરાષ્ટ્રીય કક્ષાનાં મહાત્મા ગાંધી મ્યુઝીયમનાં લોકાર્પણ માટે પધારેલા નરેન્દ્રભાઇ મોદીએ દેશની સૌ પ્રથમ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વિનામુલ્યે ફલેટ મેળવનારા લાભાર્થી બહેનો સાથે સભા સ્થળેથી સીધો જીવંત વાર્તાલાપ કર્યો હતો અને વાર્તાલાપ દરમિયાન વડાપ્રધાને તેઓની આગવી સુઝ-બુઝથી બહેનો પાસે ગરબો ગવડાવી અને ભાજપ તથા મોદી સરકારનો પ્રચાર કરાવી લીધો હતો. આમ રાજકોટથી વડાપ્રધાને લોકસભાની ચુંટણીનાં પ્રચારનું રણશીંગુ ફુંકી દીધુ હતુ કેમ કે તેઓએ પ્રાસાંગીક ઉદબોધનમાં પણ કોંગ્રેસનું નામ લીધા વગર સરદાર વલ્લભભાઇ પટેલ અને મહાત્મા ગાંધીના મુદ્દે કોંગ્રેસ પક્ષને આડે હાથ લીધો હતો.

રાજકોટ ખાતે સ્વદેશ દર્શન યોજના અંતર્ગત રૂ.૨૬ કરોડનાં ખર્ચથી નિમાર્ણ પામેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમ તથા અન્ય વિકાસકામોના લોકાપર્ણ પ્રસંગે ઉપસ્થિત  પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ ચૌધરી હાઇસ્કુલ ખાતે યોજાયેલી જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, આજનો અવસર એ રાજકોટને આંગણે છે પણ સમગ્ર વિશ્વને માટે છે, માનવ માત્રને માટે છે, આવનારા યુગો માટે છે. આજના દિવસ પછી રાજકોટવાસીઓના મનમાં એક પ્રશ્ન ઉઠશે રાજકોટનો ગાંધી પર કોઈ હક ન હતો ? ગાંધીનો રાજકોટ પર કોઈ હક ન હતો ? એવા કયાં તત્વો હતા કે રાજકોટ અને ગાંધીને જુદા કરી નાખ્યા હતા.  અગાઉ મહાત્મા ગાંધીને પ્રાસંગિક બનાવી ૨ ઓકટોબર અને ૩૦ જાન્યુઆરી ફૂલહાર કરી પુરૂ કરી દેવામાં આવતું. જે સમાજ ઇતિહાસ ભૂલી જાય છે. તેનામાં ઇતિહાસ રચવાનું સામર્થ્ય રહેતું નથી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આવાસ યોજનાના લાભાર્થી બહેનો સાથે વ્યકિતગત  ઓનલાઈન લાઈવ મૌલિક સંવાદ કર્યો હતો જેને આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીએ લાઈવ નિહાળ્યો હતો.

વિશેષમાં પ્રધાનમંત્રીએ જણાવેલ કે, કચ્છ કાઠીયાવાડ ગુજરાતની ધરતી પર એક સુદર્શનચક્ર ધારી મોહન અને એક ચરખા ધારી મોહન એ બંને એ યુગો પર પ્રભાવ પાડેલ છે. ૨ જી ઓકટોબરએ મોહનદાસ કરમચંદ ગાંધી રૂપે એક યુગનો જન્મ થયો હતો. અમારા ૪ વર્ષના શાસન દરમ્યાન, દેશના ઇતિહાસના ઘડવૈયાઓ અને મહાનુભાવો જેમકે, શ્યામજી કૃષ્ણ વર્મા, ડાબાબાસાહેબ આંબેડકર, ડો.એ.પી.જે અબ્દુલ કલામ, મદનલાલ ધીંગરા વિગેરેમાંથી આજની પેઢી પ્રેરણા મેળવે તે માટે આ મહાનુભાવોના પ્રતિકૃતિ સ્મારક નિર્માણ કરવામાં આવ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, આજ રાજકોટ માટે આનંદનો દિવસ છે. શહેર મહાત્મા ગાંધીને નામે જાણીતું છે. ગાંધીજીએ રાજકોટમાં અભ્યાસ કર્યો અને મહાત્મા બન્યા પછી રાજકોટમાં સત્યાગ્રહ કર્યો. દેશમાંથી કોઈ ગાંધીજીનો ઇતિહાસ વાંચી રાજકોટમાં આવે પરંતુ વાંચ્યા મુજબનું રાજકોટમાં કયાય જોવા ન મળે તેવી સ્થિતિ હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના વિચારો મૂર્તિમંત કર્યા. જે માટે કેન્દ્ર સરકાર તરફથી માતબર રકમની ફાળવણી પણ કરવામાં આવી.

આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, એક વર્ષથી વધુ સમયગાળા બાદ રાજકોટમાં પધારેલ  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાહસ્તે શહેરને આજરોજ અનેકવિધ પ્રોજેકટોની ભેટ મળી રહી છે. રાષ્ટ્રપિતા પુજય મહાત્મા ગાંધીજીના મોહનથી લઇને મહાત્મા સુધીની જીવનયાત્રાની કાયમી સ્મૃતિ ઙ્કમહાત્મા ગાંધી અનુભુતિ કેન્દ્રઙ્ખમાં આવરી લીધેલ છે. (૪.૨)

(11:48 am IST)