Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

વડાપ્રધાનની રાજકોટ મુલાકાત દરમ્યાન BSNL ખડેપગેઃ ફોન-હોટલાઇન-ફેકસસહિત ૨૫ થી વધુ કનેકશનો સતત ૧૦ દિ' રાઉન્ડ ધી કલોક ૩૦ થી વધુ કર્મચારીઓએ કામગીરી કરી...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના રાજકોટ માં મહાત્મા ગાંધી મ્યુઝીયમ, આય પ્રોજેકટ અને પ્રધાન મંત્રી આવાસ યોજનાના કાર્યક્રમ  ખરમિયાન બી.એસ.એન.એલ દ્વારા એરપોર્ટ, ચોૈધરી હાઇસ્કૂલ ગ્રાઉંડ,ચ સિવિલ હોસ્પિટલ, સર્કીટ હાઉસ, ગાંધી મ્યુઝિયમ, રૈયાધાર અને પોલિસ કમિશ્નર ઓફિસ ખાતે ટેલીફોન લાઇનો-હોટલાઇન, ફેકસ, હાઇસ્પીડ, લીઝ લાઇન સહિત ૨૫ થી વધુ કનેકશન નો દ્વારા ૩૦ થી વધુ કર્મચારીઓની મહેનતથલ આ સેવાઓ અવિરત પણુ પુરી પાડવામાં આવી, તેનું BSNL રાજકોટના કર્માચરીઓ ગોૈરવ અનુભવે છે. અને અભિનંદન ને પાત્ર છેલ્લા ૧૦ દિસથી રાત દિવસ સુધી કામ કરી આ દરેક સ્થળે સેવાઓ  આપી હતી. દેશ  ભરમાં પણ જયારે જયારે સંકટ ઊભુ થયું છે તયારે BSNL હંમેશા અગ્રસર રહી ઝડપી સેવાઓ  આપી છે. કેરળમાં થયેલ વરસાદી હોનારત માં પણ બી.સએસ.એન.એલ એકજ ની ચોૈધારી સેવાઓ ચાલુ રહેલ. જે કર્મચારીઓ આ કામ માં જોડાયેલા હતા તેઓને ઉચ્ચ અધિકારઓ અને દિલ્હીથી આવેલ ઉચ્ચ અધિકારીઓ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.(૩.૫)

(11:47 am IST)